ગુજરાત
3.5ના બાકી વીજબિલ પેટે 2.34 કરોડ બિલ ભરતી ગોંડલ પાલિકા
ગોંડલ નગર પાલિકાએ 15માં નાણા પંચ પાસ થતા સૌ પ્રથમ પીજીવીસીએલનું 2, 34, 99, 960/- રૂૂપિયા નું વીજ બીલ ભર્યું છે. પીજીવીસીએલ ને આશરે સાડા ત્રણ કરોડનું વીજ બાકી હતું. પીજીવીસીએલ દ્વારા નગરપાલિકાને અલગ અલગ વોટર વર્કસ, સ્ટ્રીટલાઈટ જેવા 104 વીજ કનેક્શનનું જોડાણ આપવામાં આવ્યું છે. ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, પૂર્વ કારોબારી ચેરમેન પૃથ્વીસિંહ જાડેજા સહિતના ની રાજ્ય સરકાર માંથી વીજબીલ ની રકમ મેળવવા કરાયેલી મહેનત રંગ લાવી હતી.
નગરપાલિકાના હોદેદારોએ જણાવ્યું કે 18 મહિનાથી બિલ ભરપાય થયું ન હતું. 3.85 કરોડની રકમ સરકાર પાસે માંગણી કરવામાં આવી હતી. 2,34,99,960/- રૂૂપિયા સરકારમાંથી આવ્યા છે. હજુ વધારે રકમ ની માંગણી કરી છે. હજુ વધારે રકમ પાસ થશે તો વીજ બિલની તમામ રકમ ભરપાય કરી દેવામાં આવશે.
નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, ઉપ પ્રમુખ પરિતાબેન ગણાત્રા, કારોબારી ચેરમેન ક્રિપાલસિંહ જાડેજા, વીજળી શાખાના ચેરમેન મનીષભાઈ રૈયાણી, વાહનશાખા ના ચેરમેન ના પ્રતિનીધી સમીરભાઈ કોટડીયા સહિતના એ પીજીવીસીએલના કાર્યપાલક ઈજનેર એન.જે.મેં, ડેપ્યુટી એન્જીનીયર એસ.પી. કણસાગરા અને નાયબ અધિક્ષક એચ.બી.પટેલ ને ચેક આપ્યો હતો