Site icon Gujarat Mirror

ગોંડલના વેપારીને ‘ટોકી’ એપની ટ્રેપમાં ફસાવી 17.81 લાખ પડાવ્યા

રાજકોટ ગ્રામ્ય સાયબર સેલની ટીમે રાજસ્થાનના ભેજાબાજને દબોચ્યો

વિદેશ રહેતા પિતાના એકાઉન્ટનો સાયબર ફ્રોડના રૂપિયા જમા કરાવવામાં ઉપયોગ

ગોંડલ પથંકના એક વેપારીને ટોકી એપ્લીકેશન ઉપર મીઠી મીઠી વાતો કરવી મોંઘી પડી હતી. સોશિયલ મીડિયા અને ચેટિંગ એપ્લિકેશનના માધ્યમથી સાયબર ગઠીયાએ વેપારીને ટ્રેપમાં ફસાવી ટોકી નામની એપ્લિકેશનની એજન્સી આપીને કોઈન વેચાણ પર 25 ટકા કમિશન આપવાની લાલચ આપી રૂૂ.17.81 લાખ પડાવ્યા હતા. જેની પોલીસ ફરિયાદ બાદ રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસની ટીમે રાજસ્થાનથી ભેજાબાજને ઝડપી લીધો હતો.

.
ભોગ બનનાર વેપારીએ મહિલાઓ સાથે વાતચીત કરવા માટે ‘ટોકી’ નામની એપ ડાઉનલોડ કરી હતી. જેમાં તેઓ નિયમિત રિચાર્જ કરી કોઈન મેળવતા હતો. વેપારી મહિલા અને યુવતી સાથે વાતચીત કરવા ટોકી એપ્લીકેશનના ટોકન ઉપર મોટો ખર્ચ કરતો હોય જે ગઠીયાને નજરે આવ્યું હતું તે દરમિયાન એક અજાણ્યા નંબર પરથી સંપર્ક કરી ભેજાબાજે પોતે ટોકી કંપનીનો એજન્ટ હોવાની ઓળખ આપી હતી. ત્યારબાદ આરોપીઓએ અલગ-અલગ ત્રણ મોબાઈલ નંબર તથા ઇન્સ્ટાગ્રામ આઈડી ફહજ્ઞક્ષયષફફિ8ં0 દ્વારા ફરિયાદી સાથે સંપર્ક સાધી એજન્સી આપવા, આઈડી શરૂૂ કરવા તથા એપ્રૂવલ પ્રોસેસના નામે અલગ-અલગ ચછ કોડ મારફતે કટકે-કટકે કુલ રૂૂ.17,81,173 ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા.

છેતરપીંડીનો ભોગ બનનાર વેપારીએ આ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીએ આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદ પીઆઈ આર.જે. ગોધમે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હતો. બેંક એકાઉન્ટ ડિટેલ્સ અને સીડીઆર એનાલિસિસના આધારે રાજસ્થાનના ચુરુ જિલ્લાના મોલીસર બાડા ગામનો સુરેન્દ્રકુમાર હીરાલાલ સિહાગ પોતાના પિતાના ખાતામાં છેતરપિંડીના રૂૂ.9.30 લાખ જમા કરાવી વટાવી રહ્યો હોવાનું બહાર આવ્યું હતું. સાયબર ક્રાઈમના પીએસઆઈ એ.એન. કામળિયા સહિતની ટીમે ચુરુ ખાતે દરોડો પાડી આરોપી સુરેન્દ્રકુમારને ઝડપી લીધો હતો અને કોર્ટમાંથી 3 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપી માસ્ટર ઓફ આર્ટસનો વિદ્યાર્થી, મસ્કત રહેતા પિતાના ખાતાનો ઉપયોગ કરી સાયબર ક્રાઇમ આચરતો હતો પોલીસ સૂત્રોએ જણાવ્યા અનુસાર પકડાયેલો આરોપી માસ્ટર ઓફ આર્ટસનો વિદ્યાર્થી છે અને ટોકી એપનો ઉપયોગ કરતો હતો અને ઓનલાઇન તેના ટોકન વેચીને કમિશન પણ મેળવતો હતો. તેના પિતા મસ્કત રહે છે અને આરોપીએ અહીં તેના ખાતાનો મ્યૂલ એકાઉન્ટ તરીકે ઉપયોગ કરી અનેક ચીટિંગના નાણાં તેમાં જમા કરાવ્યાની હિસ્ટ્રી તપાસ દરમિયાન ખૂલવા પામી છે. પિતાના ખાતામાં નાણાં જમા થયા બાદ તેના પોતાના ખાતામાં નાણાં ટ્રાન્સફર લઇ વાપરતો હતો. વધુ નાણાંની લાલચમાં તેણે શાપરના આધેડને ફસાવી શીશામાં ઉતાર્યો હતો.

રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચના હેઠળ પી.આઈ આર. જે. ગોધમ, પીએસઆઈ (વાયરલેસ) એમ.એન.કંડીયા, એ. એન. કામળીયા, એમ.એન.રાઠોડ, સી.બી. વાંક, એસ.કે.સોલંકી, એ.એસ.આઇ. હિતેષભાઇ ગામી, રવિભાઇ ચાવડા, દિવ્યાબેન રાઠોડ, વનરાજભાઇ બાવળીયા, મેહુલભાઇ સોનરાજ, નયદિપભાઇ વાણીયા,પ્રગતીબા ખુમાણ, પુજાબેન હેરભાની ટીમે કામગીરી કરી હતી.

Exit mobile version