ગોલ્ડન ડે, એશિયન ગેમ્સમાં 5 કલાકમાં 4 ગોલ્ડ

  ભારતીય મહિલા ટીમે તીરંદાજીની કમ્પાઉન્ડ ઇવેન્ટમાં અને મિકસડ્માં તનિપાર્થી-સાહિલ રાજેશ જાધવની જોડીએ, શૂટિંગની મિકસડ્ ટ્રેપમાં નીરૂ ઢાંડા અને કિનાન ચેનાઇ તથા પુરુષ ટીમે પણ…

 

ભારતીય મહિલા ટીમે તીરંદાજીની કમ્પાઉન્ડ ઇવેન્ટમાં અને મિકસડ્માં તનિપાર્થી-સાહિલ રાજેશ જાધવની જોડીએ, શૂટિંગની મિકસડ્ ટ્રેપમાં નીરૂ ઢાંડા અને કિનાન ચેનાઇ તથા પુરુષ ટીમે પણ ગોલ્ડ મેડલ જીત્યો

ભારતે એશિયન ગેમ્સમાં બુધવારે 5 કલાકની અંદર 4 ગોલ્ડ મેડલ જીત્યા. દિવસનો પહેલો ગોલ્ડ લગભગ સવારે 7:45 વાગ્યે ભારતીય મહિલા ટીમે તીરંદાજીની કમ્પાઉન્ડ ઇવેન્ટમાં જીત્યો.

ત્યારબાદ ચિકિતા તનિપાર્થી અને સાહિલ રાજેશ જાધવની જોડીએ મિક્સ્ડ ઇવેન્ટમાં ચેમ્પિયન બની. લગભગ સવારે 11:30 વાગ્યે શૂટિંગની મિક્સ્ડ ટ્રેપ ઇવેન્ટમાં નીરૂૂ ઢાંડા અને કિનાન ચેનાઈએ ગોલ્ડ જીત્યો. બપોરે 12:43 વાગ્યે ભારતીય પુરુષ ટીમે પણ ગોલ્ડ જીત્યો. આ ગોલ્ડ સાથે ભારત મેડલ ટેલીમાં 7મા સ્થાને પહોંચી ગયું છે. તેણે અત્યાર સુધી 58 મેડલ જીતી લીધા છે. તેમાં 10 ગોલ્ડ, 21 સિલ્વર અને 27 બ્રોન્ઝ સામેલ છે. 9માંથી 5 ગોલ્ડ મહિલાઓએ અપાવ્યા છે.

આજે 2026 એશિયન ગેમ્સનો 11મો દિવસ છે. ભારતીય ખેલાડીઓ જાપાનના આઈચી-નાગોયામાં 13 અલગ અલગ રમતોમાં ભાગ લેશે. 30 સપ્ટેમ્બરના રોજ ભારતની ગોલ્ડન શરૂૂઆત થઈ. સવારે તીરંદાજીમાં ભારતીય મહિલા ત્રિપુટીએ ગોલ્ડ મેડલ જીત્યો. તેના થોડા જ સમયમાં આર્ચરી મિક્સ્ડ ટીમે ગોલ્ડ જીતી ભારતનું નામ રોશન કર્યું.

કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમની ગોલ્ડ મેડલ મેચના ટાઈબ્રેકરમાં ભારતની ચિકિતા તનિપર્થી અને સાહિલ રાજેશ જાધવે બંને 10 પોઈન્ટના શોટ લગાવ્યા હતા. બીજી તરફ કોરિયાના આર્ચરનો તીર 10ના નિશાનથી ખૂબ જ નજીવા અંતરે રહી ગયો હતો. આ સાથે ભારતે ગોલ્ડ મેડલ જીતી લીધો છે. આ ગોલ્ડ સાથે ચિકિતા તનિપર્થી અને સાહિલ રાજેશ જાધવે ઓલિમ્પિક્સમાં ભારતનું સ્થાન પણ નિશ્ચિત કર્યું છે. બંને માટે આ ડબલ સફળતા છે. આ સાથે ભારતે ટાઈબ્રેકરમાં જીત મેળવીને આર્ચરીમાં વધુ એક ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.

તીરંદાજીમાં ચીને છેલ્લા રાઉન્ડની શરૂૂઆત 10ના સ્કોરથી કરી હતી, પરંતુ પછી બે 9 સ્કોર કર્યા પછી પાછળ રહી ગયું. ભારતનો પ્રતિભાવ પ્રભાવશાળી હતો, તેણે સતત ત્રણ 10 સ્કોર કર્યા, જે તેમના કોચ માટે ખૂબ જ આનંદની વાત હતી. ચીને અંતે ત્રણ 10 સ્કોર કર્યા, અને ભારતે પણ તેનો જવાબ આપ્યો. ત્રણ પરફેક્ટ 10 સ્કોર કરીને, તેમણે વિશ્વ રેકોર્ડની બરાબરી કરી અને ગોલ્ડ મેડલ જીત્યો.

ભારતની મહિલા કમ્પાઉન્ડ ટીમ ગત્ત એશિયન ગેમ્સમાં પણ ચેમ્પિયન રહી હતી. ત્યારે આ વખતે તેનો સામનો ગોલ્ડ મેડલને ડિફેન્ડ કરવાનો હતો. જેના પર ટીમ સાચી ઉથરી હતી. ભારતની જ્યોતિ ,ચિકિતા અને પ્રિથિકાની ત્રિપુટીએ મળી આઈચી નાગોયાના આર્ચરી એરેના સામે ઉભેલી ચીનને સરળતાથી હરાવ્યું હતુ. તેની આ જીતની સાથે આર્ચરીમાં પહેલો ગોલ્ડ મેડલ આવ્યો છે.

વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી ગોલ્ડ મેડલ જીત્યો
મહિલા કમ્પાઉન્ડ ટીમ ઇવેન્ટમાં ભારતની જ્યોતિ, ચિકિતા અને પ્રીતિકાની ત્રિપુટીનો ગોલ્ડ મેડલ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તેની સ્ક્રિપ્ટ વિશ્વ રેકોર્ડની બરાબરી સાથે લખાઈ હતી. તીરંદાજીની મહિલા કમ્પાઉન્ડ ટીમ ઇવેન્ટનો વિશ્વ રેકોર્ડ 238 પોઇન્ટ સાથે સાઉથ કોરિયાના નામે હતો, જે એશિયન રેકોર્ડ પણ હતો. સાઉથ કોરિયાની મહિલા ટીમે 2014 એશિયન ગેમ્સમાં તે વિશ્વ અને એશિયન રેકોર્ડ બનાવ્યો હતો. 12 વર્ષ પછી, આઈચી નાગોયા એશિયન ગેમ્સમાં, ભારતીય મહિલા કમ્પાઉન્ડ ટીમે ચીન સામે ફાઇનલમાં 238 રન બનાવ્યા અને તે વિશ્વ રેકોર્ડની બરાબરી કરી.