ક્રુડની આગમાં સોનું-ચાંદી-શેર દાઝયા, 6 લાખ કરોડ સ્વાહા

બે દિવસમાં ચાંદી 15000 અને સોનું 4000 તૂટ્યું, સેન્સેકસમાં સવારે કડાકા બાદ 700 અંકની રીકવરી શુક્રવારે સવારના કારોબારમાં વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં…

બે દિવસમાં ચાંદી 15000 અને સોનું 4000 તૂટ્યું, સેન્સેકસમાં સવારે કડાકા બાદ 700 અંકની રીકવરી

શુક્રવારે સવારના કારોબારમાં વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 740થી વધુ પોઈન્ટ ગગડીને 74,160 પર પહોંચ્યો છે, જ્યારે નિફ્ટી 50 પણ આશરે 250 પોઈન્ટના ઘટાડા સાથે 23,231 ની ઇન્ટ્રાડે સપાટીએ સરકી ગયો છે, જેના કારણે રોકાણકારોને શરૂૂઆતની મિનિટોમાં જ લાખો કરોડનું નુકસાન થયું છે. બપોર બાદ સેન્સેકસમાં 700થી વધુ અંકની રીકવરી જોવા મળી હતી.

શેરબજારમાં આવેલા અચાનક વેચવાલીના દબાણને કારણે બજારમાં વ્યાપક મંદી જોવા મળી છે. બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને આશરે 478 લાખ કરોડ રૂૂપિયા થઈ ગયું છે. આ ભારે ઘટાડાને કારણે માત્ર શરૂૂઆતની પાંચ મિનિટમાં જ રોકાણકારોના અંદાજે 6 લાખ કરોડ રૂૂપિયા સ્વાહા થઈ ગયા હતા. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ દોઢ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.

મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન તથા યમનના હૂથી વિદ્રોહીઓ અને સાઉદી સમર્થિતદળો વચ્ચે સંઘર્ષ વધુ તીવ્ર બનતા બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત ફરી વધીને પ્રતિ બેરલ 109 ડોલરને પાર પહોંચી ગઈ છે. 100 ડોલરની આજુબાજુ ચાલી રહેલા બ્રેન્ટ ક્રૂડના ભાવ એક જ દિવસમાં ઉછળીને 109 ડોલરની સપાટીને સ્પર્શી જતા આખી દુનિયામાં તેની અસર જોવા મળી હતી. આનાથી સપ્લાય શિથિલ થવાની અને વૈશ્વિક સ્તરે મોંઘવારી વધવાની દહેશત ઊભી થઈ છે, જેની સીધી અસર ભારતના જીડીપી ગ્રોથ અને કોર્પોરેટ કમાણી પર પડી શકે છે.

ક્રૂડમાં એક જ દિવસમાં નવ ડોલરનો વધારો થતા તેની અસરના ભાગરૂૂપે કોમોડિટી બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસમાં સોના અને ચાંદી બંને કિંમતી ધાતુઓમાં ભારે કડાકો બોલાયો છે, જેના કારણે રોકાણકારો અને ગ્રાહકોની ચિંતા વધી ગઈ છે. ગઈકાલે ચાંદીમાં એકઝાટકે 11000 નો તો સોનામાં 3000 નો કડાકો નોંધાયો હતો. જોકે આજે પણ બજાર ખુલતા બંને કિંમતી ધાતુ ફરી નેગેટિવ ઓપન થયા હતા.

બજારના તાજેતરના આંકડા મુજબ, સોના અને ચાંદીમાં મોટો કડાકો બોલાયો છે. છેલ્લા માત્ર બે દિવસના ટ્રેડિંગ સત્રમાં સોનાના ભાવમાં કુલ રૂૂ. 3,755 નો મોટો ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદી તો તેનાથી પણ વધુ કડાકો બોલાવતા રૂૂ. 14,030 જેટલી તૂટી ગઈ છે.

વાયદા બજારના આંકડા પ્રમાણે, સોનું ગત બંધ ભાવ રૂૂ. 1,52,341 સામે આજે ઘટીને રૂૂ. 1,50,770 ના ઓપન ભાવે ખુલ્યું હતું અને અગાઉના ભાવથી રૂૂ. 1,510 (-0.99%) ના ઘટાડા સાથે રૂૂ. 1,50,831 ના સ્તરે કારોબાર કરી રહ્યું છે. સત્ર દરમિયાન સોનાએ ઊંચામાં રૂૂ. 1,51,198 અને નીચામાં રૂૂ. 1,50,695 ની સપાટી સ્પર્શી હતી.

બીજી બાજુ, ચાંદીના બજારમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. ચાંદી ગત બંધ ભાવ રૂૂ. 2,34,099 ની સામે આજે રૂૂ. 2,31,569 ના ઓપન ભાવે ખૂલી હતી. આજના સત્રમાં ચાંદી રૂૂ. 3,331 (-1.42%) ના તીવ્ર ઘટાડા સાથે રૂૂ. 2,30,768 ના સ્તરે જોવા મળી રહી છે. ટ્રેડિંગ દરમિયાન ચાંદીનો ઊંચો ભાવ રૂૂ. 2,32,001 અને નીચો ભાવ રૂૂ. 2,30,270 સુધી ગયો હતો.

રૂપિયો ડોલર સામે વધુ તૂટીને 95.63 સુધી ગગડ્યો
અમેરિકામાં વધતી મોંઘવારી અને દેવાને કારણે યુએસ 10-વર્ષીય બોન્ડ યીલ્ડ વધીને 4.98 ટકા પર પહોંચી ગઈ છે. આ વધારો 5 ટકાની મહત્ત્વની સપાટીની નજીક છે, જેને કારણે વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી નાણાં પાછા ખેંચી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. આ સિવાય યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાની શક્યતાએ પણ બજારની ચિંતા વધારી છે. આજે ભારતનો રૂૂપિયો પણ વધુ નબળો પડીને 95.63 સુધી પહોંચી ગયો હતો.