Site icon Gujarat Mirror

સોના ચાંદીમાં તેજી યથાવત: વાયદા બજારમાં સોનામાં 2000 અને ચાંદીમાં 4500 વધ્યા

છેલ્લા ત્રણ દિવસથી સોના ચાંદી માર્કેટમાં ફરી તેજીના મંડાણ શરૂૂ થયા છે.ગઈકાલે સોનામાં 1500 અને ચાંદીમાં 5500 નો વધારો થયા બાદ આ તેજી આજે પણ જોવા મળી હતી આજે સોનામાં 2000 અને ચાંદીમાં 4500 રૂૂપિયાનો વધારો વાયદા બજારમાં જોવા મળી રહ્યો છે. ઉંશજ્ઞ પોલિટિકલ પરિસ્થિતિમાં ભારે સુધારો આવતા સોના ચાંદીમાં ફરી ચમક બજારમાં જોવા મળી રહે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ ફરે 4161 ડોલર સુધી પહોંચ્યો છે જ્યારે ચાંદીનો ભાવ પણ 61 ડોલર પર પહોંચતા બંને ધાતુમાં ફરી એક વખત વધારો જોવા મળી રહ્યો છે.

વાયદા બજારની વાત કરીએ તો સોનામાં આજે ₹2,000 નો વધારો થતા ભાવ ₹1,44,950 પર પહોંચ્યો છે. જ્યારે ચાંદીમાં પણ આજે 4500 રૂૂપિયા વધતા વાયદા બજારમાં ચાંદીનો ભાવ ₹2,27,150 ઉપર જોવા મળી રહ્યો છે. રાજકોટની બજારની વાત કરીએ તો સોનાના 10 ગ્રામના હાજર ભાવ 1,50,000 100 જોવા મળી રહ્યા છે જ્યારે ચાંદીનો 1 કિલોનો ભાવ ₹2,34,320 જોવા મળી રહ્યો છે. જોકે સોના ચાંદીની બજારને બાદ કરો તો શેર બજારમાં ખાસ ચમક જોવા મળી નથી. નિફ્ટી અને સેન્સેક્સ બંને 100 પોઇન્ટ નીચે જોવા મળી રહ્યા છે. ડોલર ફરી ઊંચકીને 95.12 સુધી પહોંચ્યો છે જ્યારે છેલા બે દિવસ થીનકૃદમાં ઘટાડા બાદ આજે થોડું ઉચકાઈને 80 પોઇન્ટ 24 ડોલર પર પહોંચ્યું છે.

Exit mobile version