ક્રાઇમ
જૂનાગઢના ઝાલણસરમાં ગેરકાયદે ફટાકડાનું ગોડાઉન ઝડપાયું, 21 લાખનો મુદ્દામાલ જપ્ત
હાલ જ્યારે દિવાળીના તહેવાર શરૂૂ થવાના છે, ત્યારે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે લોકો દિવાળીની હર્ષો ઉલ્લાસથી તૈયારી કરતા હોય છે. ત્યારે દિવાળીમાં ખાસ કરીને સમગ્ર ભારતમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જુનાગઢમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો સંગ્રહ કરી વેચાણ કરતા બે શખ્સોને એસઓજીએ ઝડપી પાડ્યા છે. જૂનાગઢના ઝાલણસર નજીક ગોડાઉનમાં ગેરકાયદેસર ફટાકડાનો સંગ્રહ કરી વેચનાર અશ્વિન ધનજી વોરા અને નરેશ પુના ચોથાણીને 21 લાખથી વધુના ફટાકડા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
પકડાયેલ બંનેની શખ્સો દ્વારા માનવ જિંદગી જોખમાય તે રીતે ફાયર સેફ્ટીના કોઈપણ સાધનો અને પરવાના વિના ફટાકડાનું વેચાણ કરતા હોવાનું જુનાગઢ એસઓજીને બાતમી મળી હતી.આમ જોવા જઈએ તો ફટાકડા એ દારૂૂગોળા અને જ્વેલનશીલ પદાર્થમાં ગણતરી થતી વસ્તુ છે. જેને લઇ કાયદા મુજબ અને નિયમો પ્રમાણે ફટાકડાનું વેચાણ કરતા વિક્રેતાઓએ લાયસન્સ લેવું જરૂૂરી બને છે.
સરકારી તંત્રના અલગ-અલગ વિભાગો પાસેથી ફટાકડાનું વેચાણ કરવા માટે લાયસન્સ ખૂબ જરૂૂરી છે, ત્યારે લાઇસન્સ વિના ગેરકાયદેસર ફટાકડા વેચવા તે માનવ જીવન જોખમમાં મૂક્યા બરોબર છે. ત્યારે ઘણા લોકો પૈસા કમાવાની લાલચમાં ફટાકડાના વેચાણ માટે લાયસન્સ લેતા નથી. ત્યારે આવા જ બે શખ્સોને જૂનાગઢના જાલણસર નજીકથી ગેરકાયદેસર રીતે ફટાકડાનો સંગ્રહ કરી વેચાણ કરતા એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.