Site icon Gujarat Mirror

મોઢા પર પ્લાસ્ટિકની કોથળી બાંધી જીએલએસ કોલેજના છાત્રનો આપઘાત

ગુલબાઇ ટેકરા વિસ્તારમાં સમર્પણ ફ્લેટની સામેની કેપી હોસ્ટેલમાં જીએલએસ કોલેજમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો. વિદ્યાર્થીએ પોતાના મોંઢા પર પ્લાસ્ટિકની કોથળી બાંધી હતી. બાદમાં ગળે રૂૂમાલની ગાંઠ મારતા તે ગુંગળાઇ ગયો હતો. તેથી તેનું મોત નિપજ્યું હતું. વિદ્યાર્થીના આપઘાતનું કારણ હજુ જાણવા મળ્યું નથી.


ગુલબાઇ ટેકરા વિસ્તારમાં સમર્પણ ફ્લેટની સામે કેપી હોસ્ટેલના એ બ્લોકના 515 નંબરના રૂૂમમાં એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો. નવરંગપુરા પોલીસે પહોંચીને તપાસ કરતા 21 વર્ષીય મંથન પટેલ મૂળ હિંમતનગરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. મંથન લો ગાર્ડન ખાતે આવેલી જીએલએસ કોલેજમાં બીબીએનો અભ્યાસ કરતો હતો. હોસ્ટેલના રૂૂમમાં મોઢા પર પ્લાસ્ટિકની કોથળી બાંધીને હાથરૂૂમાલથી ગળાના ભાગે ગાંઠ બાંધીને આપઘાત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં મંથનનું ગુંગળાઇ જવાના કારણે મોત નિપજ્યું હોવાનું જણાયું છે.

પોલીસે મંથનના આપઘાત પાછળનું કારણ જાણવા નજીકના મિત્રો અને રૂૂમમેટની પૂછપરછ કરી તપાસ શરૂૂ કરી છે. પોલીસે કોલેજના વિદ્યાર્થીઓ સહિતના લોકોની પૂછપરછ કરી મંથનનો ફોન એફએસએલમાં મોકલીને આપઘાત પાછળનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.

Exit mobile version