Site icon Gujarat Mirror

પોલીસ ભરતીની દોડમાં 10 સેક્ધડ માટે રહી જતા યુવતીનો આપઘાતનો પ્રયાસ

સરકારી નોકરી મેળવવા માટે યુવા વર્ગ તનતોળ મહેનત કરતો હોય છે. હાલમાં પોલીસ ભરતી ચાલી રહી હોય જેમાં ખાખી વર્દી પહેરવા અનેક યુવાનો અને યુવતીઓ હોશેહોશે દોડવાની પ્રેકટીશ કરી દોડની પરીક્ષા દેવા આવતા હોય છે. રાજકોટમાં મવડી હેડકવાર્ટર ખાતે પોલીસ દોડની પરીક્ષા ચાલી રહી હોય જેમાં બગદાણા પંથકની યુવતી દોડમાં 10 સેકેન્ડ માટે રહી જતા તેણીએ નાસીપાસ થઇ બસ સ્ટેન્ડ નજીક ઝેરી પાવડર પી આપઘાતનો પ્રયાસ કરી લેતા ચકચાર મચી જવા પામી છે. યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

જાણવા મળતી વિગત મુજબ બગદાણા નજીક નાના ખુંટવડા ગામે રહેતી ગુલાબ જીતુભાઇ ગોહેલ (ઉ.વ.21)નામની યુવતીએ આજે સવારે રાજકોટ એસટી બોસપોર્ટ નજીક અનાજમાં નાખવાનો ઝેરી પાવડર પી આપઘાતનો પ્રયાસ કરતા તેણીને સારવાર માટે તાત્કાલીક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ યુવતીનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છેે.

પ્રાથમિક તપાસમાં યુવતી રાજકોટ મવડી હેડકવાર્ટર ગ્રાઉન્ડમાં પોલીસ ભરતીની દોડ માટે આવી હતી. જે દોડમાં તેણી 10 સેકેન્ટ માટે રહી જતા તેણીએ આ પગલુ ભરી લીધાનુ જાણવા મળ્યુ છે. વધુમાં યુવતી બે ભાઇ બે બહેનમાં નાની અને તેના પિતા ખેતી કામ કરે છે. તેણી પોલીસની નોકરી માટે ત્રણ વર્ષથી તૈયારી કરતી હતી જો કે દોડમાં 10 સેકેન્ડ માટે રહી જતા લાગી આવવાથી આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો.

Exit mobile version