ક્રાઇમ

સોશિયલ મીડિયામાં તલવાર સાથે વીડિયો અપલોડ કરનારને દબોચી લેતી ગીર સોમનાથ એસઓજી

Published

on


જુનાગઢ વિભાગના પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા નાઓ તરફથી કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂૂપે જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમોને પકડી પાડવા તેમજ સોશ્યલ મિડીયા ઉપર વોચ રાખવા કરેલ સુચના મુજબ, ગીરસોમનાથ એસ.ઓ.જી ઇન્ચાર્જ પો.ઇન્સ. એન.બી.ચૌહાણ ના માર્ગદર્શન અનુસાર ના એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. ઇબ્રાહીમશા બાનવા તથા પો. હેડ કોન્સ. ગોપાલસિંહ મોરી તથા પો.કોન્સ. ધર્મેનદ્રસિંહ ગોહીલ તથા મેહુલસિંહ પરમાર તથા રણજીતસિંહ ચાવડા એ રીતેના પોલીસ સ્ટાફ સાથે કામગીરી સબબ કોડીનાર તથા ગીરગઢડા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન હથિયાર સાથે સોશ્યલ મિડીયામાં વિડીયો/ફોટો અપલોડ કરેલ હોય જેમા ઘાટવડ ગામ, રામેશ્વર ચોકડી પાસેથી હથીયાર કાતા સાથે પકડીપાડી તથા ગીરગઢડા, મામલતદાર ઓફીસની સામેથી હથીયાર તલવાર સાથે પકડીપાડી આરોપીઓ વિરૂૂધ્ધ કોડીનાર તથા ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં જી.પી.એ.135 મુજબ અલગ-અલગ ગુન્હાઓ રજી. કરાવેલ. આરોપીનું નામ રાહુલભાઇ પ્રતાપભાઇ રાઠોડ, ઉવ.24 ઘાટવડ ગામ ના પકડેલ હથિયાર લાકડાના હાથા વાળો લોખંડનો કાતો -1 રામભાઇ ધીરૂૂભાઇ પરમાર, ઉવ.24 રહે. ગીરગઢડા, પકડેલ હથિયાર પીતળાનાહાથાવાળી સ્ટીલની તલવાર -1 કી.રૂૂ.200 સાથે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version