Gen-Z અને મિલેનિયલ્સને નોકરી છોડી સ્વતંત્ર નાના ધંધામાં વધુ રસ

  સ્ટ્રેસ, વર્ક લાઇફ બેલેન્સ અને વધારે જવાબદારીથી યુવા પેઢી ત્રસ્ત, 62 ટકા Gen-Z સાઇડ જોબ કરે છે કોર્પોરેટની દોડમાંથી થાકીને, બર્નઆઉટ અને અસ્થિરતાના વાતાવરણમાં…

 

સ્ટ્રેસ, વર્ક લાઇફ બેલેન્સ અને વધારે જવાબદારીથી યુવા પેઢી ત્રસ્ત, 62 ટકા Gen-Z સાઇડ જોબ કરે છે

કોર્પોરેટની દોડમાંથી થાકીને, બર્નઆઉટ અને અસ્થિરતાના વાતાવરણમાં આજના યુવાનો એક નવી વાત કરી રહ્યા છે ગ્રેટ એક્ઝિટ પ્લાન. જનરેશન Z અને મિલેનિયલ્સ હવે એક જ જોબ પર આધાર રાખવાને બદલે સાઇડ હસ્ટલ, પોર્ટફોલિયો કેરિયર અને નાણાકીય સ્વતંત્રતા દ્વારા મુખ્ય નોકરી છોડીને સ્વતંત્ર, અર્થપૂર્ણ અને સંતુલિત જીવન તરફ વળી રહ્યા છે. તેમને પોતાના નવા સ્વતંત્ર નાના ધંધા અને સાઈડ ઈન્ક્મમાં વધુ રસ છે.

રેન્ડસ્ટેડ વર્કમોનિટર 2026 અનુસાર, વૈશ્વિક સ્તરે 40% કર્મચારીઓ પાસે સેક્ધડ જોબ છે, જ્યારે ભારતમાં આ આંકડો 58% છે. 55% ભારતીય કર્મચારીઓ પોર્ટફોલિયો કેરિયરની ઇચ્છા રાખે છે, જેમાં એક જ ક્ષેત્રના બદલે અલગ-અલગ ક્ષેત્રોમાં કામ કરવાનો સમાવેશ થાય છે. ડેલોઈટ સર્વેમાં જાણવા મળ્યું છે કે ભારતમાં 62% જનરેશન Z અને 51% મિલેનિયલ્સ પાસે સાઇડ જોબ્સ છે.

આ સાઇડ હસ્ટલમાં ફ્રીલાન્સિંગ, ક્ધટેન્ટ ક્રિએશન, ક્ધસલ્ટિંગ, ઓનલાઇન બિઝનેસ, ટ્યુશન અને સ્મોલ સ્ટાર્ટઅપ્સનો સમાવેશ થાય છે. યુવાનો હવે પેસિવ ઇન્કમ, રોકાણ અને નાણાકીય સ્વતંત્રતા પર વધુ ધ્યાન આપી રહ્યા છે જેથી એક જ જોબ છોડ્યા પછી પણ આવકના વિકલ્પો ચાલુ રહે. પેન્ડેમિક, ટેક લેઓફ અને AIના ઉદયે આ પેઢીને એક મહત્વનો પાઠ શીખવાડ્યો છે કે એક જ કંપની અથવા કારકિર્દી પર આધાર રાખવો જોખમી છે. તેઓ હવે વ્યક્તિગત પરિપૂર્ણતા, સર્જનાત્મક સ્વતંત્રતા, પરિવાર સાથે સમય અને માનસિક શાંતિને વધુ મહત્ત્વ આપે છે.

સફળતાનું માપદંડ હવે માત્ર પગાર અને પદવી નથી, પરંતુ સંતુલિત અને અર્થપૂર્ણ જીવન છે.આ વલણ ભારતીય યુવાનોમાં વ્યાપક બની રહ્યું છે અને કોર્પોરેટ કલ્ચરને પણ પ્રભાવિત કરી રહ્યું છે. ઘણા યુવાનો પોતાની બચત અને નાણાકીય કુશન તૈયાર કરીને કોર્પોરેટ જીવન છોડીને પોતાના સપનાઓ જેમ કે પર્વતોમાં કાફે ખોલવું, ટ્રાવેલ કરવું કે પોતાનો બિઝનેસ શરૂૂ કરવું તરફ આગળ વધવાની તૈયારીમાં છે. આ એક્ઝિટ પ્લાન માત્ર કારકિર્દીનું પરિવર્તન નથી, પરંતુ જીવન જીવવાની એક નવી ફિલસૂફી છે જેમાં સપના અને વાસ્તવિકતાનું સુંદર સંતુલન છે.

માત્ર 25% Gen-Z અને 21% મિલેનિયલ્સને ઝડપી પ્રમોશનમાં રસ
ડેલોઈટના 2026 જનરેશન ણ અને મિલેનિયલ સર્વે અનુસાર, માત્ર 6% જનરેશન ણ પ્રોફેશનલ્સ લીડરશિપ પોઝિશનને પોતાનું મુખ્ય લક્ષ્ય માને છે. સ્ટ્રેસ, બર્નઆઉટ, અત્યધિક જવાબદારી અને વર્ક-લાઇફ બેલેન્સની ચિંતાને કારણે ઘણા યુવાનો ઝડપી પ્રમોશનને બદલે સ્થિર અને અર્થપૂર્ણ કારકિર્દી પસંદ કરે છે. માત્ર 25% જનરેશન ણ અને 21% મિલેનિયલ્સ ઝડપી પ્રમોશન ઇચ્છે છે.