Sports
વિનુ માંકડ ટ્રોફી ચેમ્પિયન ગુજરાતની ટીમને જીસીએ 31 લાખ આપશે: જય શાહ
BCCI દ્વારા રૂા.25 લાખની જાહેરાત કરવામાં આવી છે
ગુજરાત ક્રિકેટ અસોસિએશનની 88મી વાર્ષિક સાધારણ સભા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા ખાતે મળી હતી. આ બેઠકમાં આઈસીસીના નવા થનાર અધ્યક્ષ અને બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત તમામ ડિસ્ટ્રિક્ટ એકેડેમીને વધુ સુસજ્જ કરવામાં આવશે અને તેનું ખાસ કમિટી દ્વારા મોનીટરીંગ પણ કરાશે. તાજેતરમાં જ ગુજરાત ક્રિકેટ અસોસિએશનની અંડર-19ની ટીમ બંગાળને હરાવીને ઓલ ઈન્ડિયા વિનુમાંકડ ટ્રોફીમાં ચેમ્પિયન બની હતી.
બીસીસીઆઈ દ્વારા વિજેતા ટીમને રૂૂ. 25 લાખ આપવામાં આવશે અને સાથે જ જય શાહે જણાવ્યું કે, ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આ વિજેતા ટીમના ખેલાડીઓને વધારાના રૂૂ.31 લાખ પુરસ્કાર રૂૂપે આપવામાં આવશે. જીસીએદ્વારા તાજેતરમાં જીસીએની એકેડેમીને નેશનલ ક્રિકેટ એકેડેમી જેવુ જ સ્વરૂૂપ આપવામાં આવશે. આ એકેડેમી વર્ષ દરમ્યાન દરેક વય ગ્રુપ, સિનિયર તથા મહિલા ખેલાડીઓ પાછળ કાર્યરત રહેશે.