Sports
ગૌતમ ગંભીરને વાત કરતા નથી આવડતું
પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરની પ્રેસ કોન્ફરન્સ
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જતાં પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને પ્રખ્યાત કોમેન્ટેટર સંજય માંજરેકરે પ્રેસ કોન્ફરન્સ બાદ ગૌતમ ગંભીર પર સવાલો ઉઠાવ્યા હતા.
ગૌતમ ગંભીરને આ પ્રકારની ડ્યુટીમાંથી અલગ રાખવો એ બીસીસીઆઈ માટે એક સમજદારીભર્યો નિર્ણય હશે. તેમને પડદા પાછળ જ કામ કરવા દો. તેમની પાસે ના યોગ્ય શબ્દો છે, ના વાત કરવાની આવડત. એમના બદલે રોહિત અને અગરકરને આ કામ સોંપવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે હેડ કોચ ગૌતમ ગંભીર અત્યારે સવાલોના ઘેરામાં છે. ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે મેચ હાર્યા બાદ હવે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ તેમના માટે ખૂબ મહત્વનો છે. આવી સ્થિતિમાં આ ટ્વીટથી વિવાદ વધી શકે છે. સંજય માંજરેકરે આ પહેલા પણ રવીન્દ્ર જાડેજા ઉપર પણ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે.