મેક્સિકોમાં ગેંગવોર; એક બાળક સહિત 10નાં મોત, લોકો ભયભીત

મેક્સિકોના પૂર્વ-મધ્ય રાજ્ય પુએબ્લામાં ગેંગ હિંસાની વધુ એક ભયાનક ઘટના સામે આવી છે. તેહુઇટ્ઝિંગો શહેરમાં સશસ્ત્ર બંદૂકધારીઓએ હુમલો કરતાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા…

મેક્સિકોના પૂર્વ-મધ્ય રાજ્ય પુએબ્લામાં ગેંગ હિંસાની વધુ એક ભયાનક ઘટના સામે આવી છે. તેહુઇટ્ઝિંગો શહેરમાં સશસ્ત્ર બંદૂકધારીઓએ હુમલો કરતાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. મૃતકોમાં છ પુરુષો, ત્રણ મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે. આ હુમલાએ સમગ્ર વિસ્તારમાં ડર અને અસુરક્ષાનો માહોલ ઉભો કરી દીધો છે. સ્થાનિક લોકોમાં ભારે ભય ફેલાયો છે અને ઘણા પરિવારો સુરક્ષિત સ્થળોની શોધમાં પોતાના ઘરો છોડવા મજબૂર બન્યા છે.

પુએબ્લા જાહેર સુરક્ષા એજન્સીના નિવેદન અનુસાર, રવિવારે થયેલી આ ગોળીબારની ઘટનાની ફેડરલ અધિકારીઓ દ્વારા તપાસ શરૂૂ કરવામાં આવી છે. જોકે, હજુ સુધી કોઈ શંકાસ્પદ વ્યક્તિ અંગે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને તપાસ એજન્સીઓ દરેક દિશામાં તપાસ કરી રહી છે. સ્થાનિક અધિકારીઓએ પણ લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે.આ પહેલા પણ પુએબ્લા રાજ્યમાં અનેક હિંસક ઘટનાઓ બની ચૂકી છે. ફેબ્રુઆરી મહિનામાં હુએહુએટલાન એલ ગ્રાન્ડે શહેરમાં છ લોકોની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ થોડા જ દિવસોમાં પુએબ્લાની રાજધાનીમાં એક વાહન પર હુમલો થયો હતો, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. સતત વધી રહેલી આ ગેંગ હિંસા હવે સમગ્ર મધ્ય મેક્સિકો માટે ગંભીર ચિંતાનો વિષય બની ગઈ છે. લોકોમાં સુરક્ષાને લઈને ભય વધતો જઈ રહ્યો છે.

આ સામૂહિક હત્યાકાંડથી રાજ્ય સરકાર અને વહીવટીતંત્રમાં આઘાતની લહેર ફેલાઈ ગઈ છે. હત્યાકાંડની સખત નિંદા કરતા, પુએબ્લા જાહેર સુરક્ષા મંત્રાલયે કોઈપણ કિંમતે ગુનેગારોને છોડવા નહીં તેવો પોતાનો સંકલ્પ પુનરોચ્ચાર કર્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે રાજ્યની ગુપ્તચર ટીમો અને તપાસ એજન્સીઓ હાલમાં ઘટના પાછળના સાચા હેતુને ઉજાગર કરવા અને હુમલાખોરોના ઉદ્દેશ્યોને ઓળખવા માટે પુરાવા એકઠા કરી રહી છે. જાહેરાત રાજ્ય અને સંઘીય સુરક્ષા દળોએ હુમલાખોરોને પકડવા માટે એક મોટું સંયુક્ત ઓપરેશન શરૂૂ કર્યું છે. તેહુત્ઝિંગો અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે, અને શંકાસ્પદ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.