ઉનામાં પોલીસના નામે વેપારીનું અપહરણ કરી લૂંટી લેનાર ટોળકી ઝડપાઇ

ઉનામાં નકલી SOG પોલીસની ઓળખ આપીએકદેશી દવાના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિનું અપહરણ કરી તેની પાસેથી રોકડ રકમ પડાવી લેવાના ચકચારી બનાવનો ગીર સોમનાથ પોલીસે ભેદ…

ઉનામાં નકલી SOG પોલીસની ઓળખ આપીએકદેશી દવાના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિનું અપહરણ કરી તેની પાસેથી રોકડ રકમ પડાવી લેવાના ચકચારી બનાવનો ગીર સોમનાથ પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, સમગ્ર કાવતરામાં સંડોવાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન તેઓ નકલી પોલીસ અને પ્રેસ તરીકેનો રોફ જમાવી વિવિધ સ્થળોએ લોકો પાસેથી પૈસા પડાવતા હોવાની વિગતો સામે આવી છે. પોલીસે આ ગુનામાં કુલ સાત આરોપી ઓને ઝડપી લીધા છે, જ્યારે ત્રણ આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. બે ફોરવ્હીલ સહિત કુલ રૂૂ.5 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ, તા.17 સપ્ટેમ્બર 2026 ના રોજ ઉનાની ગુલમોર સોસાયટીમાંરહેતાનફીસભાઈ સુલેમાનભાઈ સુમરા પોતાના ક્લિનિક પર હાજર હતા. તે દરમિયાન ત્રણ જેટલા શખ્સો નંબર પ્લેટ વગરની સફેદ સ્વિફ્ટ કારમાં ત્યાં આવ્યા હતા. આરોપીઓએ પોતાને એસઓજી પોલીસ તરીકે ઓળખાવી નફીસભાઈને પોતાની સાથે કારમાં બેસાડી લઈ ગયા હતા.આ દરમિયાન ફરિયાદીના શર્ટના ખિસ્સામાં રહેલા રૂૂ.11,500 બળજબરીથી કાઢી લેવામાં આવ્યા હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ છે. ત્યારબાદ નફીસભાઈને ગીરગઢડા બાયપાસ પુલ નજીક ઉતારી આરોપીઓ કાર લઈને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ઉના પોલીસ મથકે ઇગજની કલમ 309(4), 137(2), 204 અને 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતા
ઘટના બાદ ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચના તથા ઉના ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ LCB, SOG અને ઉના પોલીસની અલગ-અલગ ટીમો બનાવવા માં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ, માનવ સ્ત્રોતો તથા અન્ય મળેલા પુરાવાઓના આધારે તપાસ આગળ ધપાવી હતી.

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યુંકેઆરોપીઓ એ અગાઉથી ફરિયાદીના ક્લિનિકની રેકી કરી હતી. ત્યારબાદ નંબર પ્લેટ વગરની ફોરવ્હીલમાં આવી નકલી SOG પોલીસની ઓળખ આપી ફરિયાદીનું અપહરણ કરવામાં આવ્યું અને રોકડ રકમ લઈ ગીરગઢડા બાય પાસ પાસે તેને ઉતારી દેવામાં આવ્યો હતો.

આ કેસમાં પોલીસે કુણાલપુરી બલદેવપુરી ગોસ્વામી (ઉ.વ.32, પ્રેસ રિપોર્ટર,રહે.આંબલીયાસણ,મહેસાણા, મિતેશ મનુજીભાઈ ડાભી (ઉ.વ.23, ડ્રાઇવિંગ, રહે. રાજપુર, કડી), કૌશિકભાઈ પ્રહલાદભાઈ પંચાલ (ઉ.વ.34, રહે. અમદાવાદ), શ્રેયશ રાજેન્દ્રભાઈ પટેલ (ઉ.વ.30, રહે. અમદાવાદ), નદીમ સીદીકભાઈ કાતરીયા (ઉ.વ.20, રહે. ઉના), અલકેશ યાકુબભાઈ તાઈ (ઉ.વ.20, રહે. ઉના) અને દિવ્યેશ બાબુભાઈ નસીત (રહે. બોરવાવ, તા. તાલાલા)ને ઝડપી પાડ્યા છે.

જ્યારે દિલીપ ઉર્ફે હાર્દિક ભાયાભાઈ બાંભણિયા, ગીતાબેન રણધીરભાઈ ગોહિલ અને અબ્દુલમુસાભાઈ સાંધને હજુ ઝડપી પાડવાના બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે.પોલીસે આરોપીઓ પાસેથી GJ-02-EG-6231 નંબરની ફોરવ્હીલ કાર કિંમત આશરે રૂૂ.4 લાખ તથા GJ-01-HV-7079 નંબરની બીજી ફોરવ્હીલ કાર કિંમત આશરે રૂૂ.1 લાખ મળી કુલ રૂૂ.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસની તપાસ દરમિયાન આરોપી કૌશિક પંચાલના મોબાઇલ ફોનની તપાસ કરતાં ગુજરાત પોલીસ કર્મચારી તરીકેનું નકલી ઓળખપત્ર મળી આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે કૌશિક પંચાલ વિરુદ્ધ ઉના પોલીસ મથકે ઇગજ કલમ 204 હેઠળ અલગ ગુનો નોંધવામાં આવ્યો છે.