જામજોધપુર પંથકમાં પવનચક્કીના કોપર વાયર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ

ચાર આરોપીઓ ઝડપાયા, છ સાગરિતો હજુ પોલીસ પકડથી દૂર; રૂ.16.54 લાખનો ચોરાઉ મુદ્દામાલ કબજે જામનગર એલ.સી.બી.એ શેઠવડાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પવનચક્કીના ટાવરમાંથી કોપર વાયર ચોરી…

ચાર આરોપીઓ ઝડપાયા, છ સાગરિતો હજુ પોલીસ પકડથી દૂર; રૂ.16.54 લાખનો ચોરાઉ મુદ્દામાલ કબજે

જામનગર એલ.સી.બી.એ શેઠવડાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પવનચક્કીના ટાવરમાંથી કોપર વાયર ચોરી કરનાર ગેંગનો પર્દાફાશ કરી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનો કોપર વાયર, વાહનો, મોબાઇલ ફોન સહિત કુલ રૂૂ.16,54,700નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય છ આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ જામનગર એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી. ભાટીયા તથા સ્ટાફની ટીમોએ વણશોધાયેલા ચોરીના ગુનાઓ શોધવા માટે સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે જામનગર શહેરના મહાકાળી સર્કલ પાસે આવેલા જય માતાજી સ્ક્રેપના ભંગારના ડેલામાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી શેઠવડાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પવનચક્કીના ટાવરમાં ફિટ કરવામાં આવતા કોપર વાયરની ચોરી કરી મેળવેલા મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે તા.24 જુલાઈની રાત્રિના સમયે શેઠવડાળાથી જશાપર ગામ તરફ જવાના રસ્તા પર આવેલા સુઝલોન રિન્યુએબલ ડેવલપમેન્ટ લિમિટેડના ટાવર લોકેશન નંબર-505 ખાતેના ક્ધટેનરનું તાળું તોડી અંદર રાખેલા લાકડાના ડ્રમમાંથી આશરે 374 મીટર કોપર વાયર, જેની કિંમત રૂૂ.10,84,600 હતી, ચોરી કરવામાં આવ્યો હતો. આ અંગે ધ્રાફા ગામના યુવરાજસિંહ જુવાનસિંહ જાડેજાએ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

એલસીબી ની ટીમે 1. બાલાભાઈ અમરશીભાઈ વાઘેલા, ઉંમર 30 વર્ષ, રહે. લતીપર રોડ, ધ્રોલ.,2. જસરાજ ઉર્ફે જગદીશ ઘેલાભાઈ માતંગ, ઉંમર 34 વર્ષ, રહે. બેડગામ બસ સ્ટેશન પાસે, 3. શનિ પ્રેમજીભાઈ પરમાર, ઉંમર 23 વર્ષ, રહે. સિક્કા ગામ, ભગવતીપરા અને 4. વિપુલભાઈ રમેશભાઈ રાઠોડ, ઉંમર 32 વર્ષ, રહે. ખોડીયાર કોલોની, મયુરનગર, જામનગર વાળા ની ધરપકડ કરી છે.

ઉપરાંત આ ગુનામાં ધીરુ મનજી સોલંકી, સંજય જેન્તીભાઈ દેવીપુજક, અજય સોલંકી, પ્રવિણ ઉર્ફે કરીમો ગોવિંદભાઈ વાઘેલા, કિશોરભાઈ બચુભાઈ સોલંકી અને સુનીલ કિશોરભાઈ સોલંકી વગેરે 6 આરોપીઓની સંડોવણી સામે આવી છે, અને તેઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પીઆઇ વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.વી. ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.