Site icon Gujarat Mirror

સેના અને સંવેદનશીલ સ્થળો પર સોલાર કેમેરા લગાવી જાસૂસી કરતી ગેંગ પકડાઇ

પાકિસ્તાન અને યુકે વીડિયો મોકલતા, લારીવાળાએ આઇફોન ખરીદ્યો અને નેટવર્ક ખુલ્યું

ગાઝિયાબાદ પોલીસે એક મોટા આંતરરાષ્ટ્રીય જાસૂસી ગિરોહનો ભેદ ખોલ્યો છે. આ ગિરોહ દિલ્હીમાં સેના અને અન્ય સંવેદનશીલ સ્થળો પર સોલર ઊર્જાથી ચાલતા કેમેરા લગાવીને ભારતીય સેનાના રહસ્યોના વીડિયો અને લોકેશન પાકિસ્તાન તેમજ યુનાઇટેડ કિંગડમ (UK) અને મલેશિયાના નંબરો પર મોકલતો હતો. આ ગિરોહના સભ્યો પાકિસ્તાનમાં બેઠેલા ‘સરદાર’ નામના હેન્ડલરના આદેશ મુજબ કામ કરતા હતા અને દરેક કામ માટે 8 હજાર રૂૂપિયા સુધીની રકમ મળતી હતી.

કૌશાંબી થાના પોલીસે મેરઠના પરતાપુરના સુહેલ મલિક ઉર્ફે રોમિયો, સંભલના જ્ઞાનપર સિસૌનાના સાને ઇરમ ઉર્ફે મહક, તેમજ પ્રવીણ, રાજ વાલ્મીકી, શિવા વાલ્મીકી અને રિતિક ગંગવાર સહિત 6 આરોપીઓને અટકાયતમાં લીધા હતા. આરોપીઓના મોબાઇલમાંથી દિલ્હીમાં સેના, બીએસએફ, સીઆરપીએફના કાર્યાલયો સહિત અનેક સંવેદનશીલ સ્થળોના 50થી વધુ વીડિયો મળી આવ્યા હતા.

પોલીસ અનુસાર, પાકિસ્તાનમાં બેઠેલો ‘સરદાર’ આરોપીઓને ચોક્કસ જગ્યાઓના નામ આપીને વીડિયો અને લોકેશન માંગતો હતો. તેના નિર્દેશ પર દિલ્હીમાં બે સ્થળોએ IP સોલર કેમેરા લગાવવામાં આવ્યા હતા, જેના દ્વારા લાઇવ નિરીક્ષણ થતું હતું. પોલીસે એક કેમેરો જપ્ત કર્યો છે. આરોપીઓના મોબાઇલમાંથી UK અને મલેશિયાના નંબરો પણ મળ્યા છે, જ્યાં વીડિયો-ફોટો મોકલાતા અને તરત જ ડિલીટ થઈ જતા હતા.

સુહેલ મલિકે રાજ વાલ્મીકીને આ ગ્રુપમાં જોડ્યો હતો અને તેને દિલ્હી કેન્ટ રેલવે સ્ટેશન તેમજ આર્મી કેન્ટ વિસ્તારમાં કેમેરા લગાવવાની જવાબદારી સોંપી હતી. આ કેમેરાનો એક્સેસ પણ વિદેશી વ્યક્તિને આપવામાં આવ્યો હતો. રાજ વાલ્મીકીએ તાજેતરમાં પોતાનો ફૂડ સ્ટોલ બંધ કરીને આઇફોન ખરીદ્યો હતો, જેનાથી આસપાસના લોકોમાં શંકા ઉભી થઈ અને પોલીસને માહિતી મળી.

Exit mobile version