Site icon Gujarat Mirror

ધ્રોલ નજીક ઈકો ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી ટોળકી ઝડપાઈ

ધ્રોલ પોલીસની કામગીરી: ઈકો સહિત રૂા.2.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ધ્રોલ તાલુકાના વાગુદડ ગામથી ધ્રોલ તરફ જતી ઈકો કારમાંથી વિદેશી દારૂૂ ઝડપાયો હતો. ત્રણેય આરોપીઓ વિદેશી દારૂૂ ભરેલી ઈકો કારમાં વાગુદડ ગામથી ધ્રોલ તરફ આવી રહ્યા હતા, ત્યારે બાતમીના આધારે પોલીસે સફેદ કલરની ઈકો કાર રોકી તપાસ કરતાં દારૂૂની 220 બોટલ સાથે ત્રણ શખ્સોની અટકાયત કરી હતી.

ધ્રોલ પી.આઈ. એચ.વી.રાઠોડની સૂચના હેઠળ ધ્રોલ પોલીસ મથકના કોસ્ટબલ ભગીરથસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા તેમજ હેડ કોસ્ટેબલ જે.ડી ગોગરા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે વાગુદડ ગામથી એક ઈકો ગાડી વિદેશી દારૂૂ ભરી ધ્રોલ તરફ આવે છે. જે બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ સફેદ ઈકો ગાડીને રોકી તપાસ કરતા તેમાંથી દારૂૂની 220 બોટલ મળી હતી. તેમજ ઈકો કારમાં દારૂૂની હેરાફેરી કરનાર લીલેશ રણસિંહ બામનીયા (ઉ.વ.25, રહે.હાલ: કુન્નડ, જોડીયા), મેરૂૂભાઈ નરશીંગભાઈ બામનીયા (ઉ.વ.30 રહે.રહે. હાલ: કુન્નડ તા.જોડીયા) તેમજ અરવિંદ રૂપસિંહ પસાયા (ઉ.વ. 28, રહે.હાલ: રામપર, જામનગર) ને દબોચી લીધા હતા. પોલીસે દારૂૂ, ઈકો કાર સહિત કુલ રૂૂ.2,58,080 નો મુદામાલ કબ્જે કરી ત્રણેય શખ્સો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version