ગાંધીનગર ઉદ્યોગભવનનો અધિકારી 50 હજારની લાંચ લેતા ઝડપાયો

ગાંધીનગરના સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર પર એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગાંધીનગર ઉદ્યોગ ભવનમાં છઠ્ઠા માળે ફરજ બજાવતા વર્ગ-2ના…

ગાંધીનગરના સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર પર એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગાંધીનગર ઉદ્યોગ ભવનમાં છઠ્ઠા માળે ફરજ બજાવતા વર્ગ-2ના ઉચ્ચ અધિકારી અને આસિસ્ટન્ટ ઈલેક્ટ્રીકલ ઈન્સપેક્ટર મનિષકુમાર નવિનચન્દ્ર રાવલ બાંધકામ પ્રોજેક્ટના ફાયર એન.ઓ.સી. અને સર્ટિફિકેટ માન્ય રાખવાના અવેજ પેટે રૂૂ. 5 લાખની મસમોટી લાંચ માંગતા એસીબીના સકંજામાં આવી ગયો છે.

અમદાવાદ શહેર એસીબીની ટીમે આજે 18મે સોમવારે ગાંધીનગરના ઘ-2 સર્કલ પાસે જાહેર રોડ ઉપર એક સફળ ટ્રેપ ગોઠવીને આ લાંચિયા અધિકારીને પ્રથમ હપ્તા પેટે રૂૂ. 50 હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ ચકચારી કેસની વિગત એવી છે કે, ફરિયાદી એક જાગૃત નાગરિક છે અને તેઓ વિવિધ બાંધકામોના પ્રોજેક્ટોમાં પેસિવ ફાયર સિસ્ટમ ફિટ કરવાનું વ્યવસાયિક કામકાજ કરે છે.
આ પેસિવ ફાયર સિસ્ટમ લગાવ્યા બાદ તેના સર્ટિફિકેટ્સ સંબંધિત પ્રોજેક્ટના માલિક મારફતે ગાંધીનગર ખાતે આસિસ્ટન્ટ ઈલેક્ટ્રીકલ ઈન્સપેક્ટર સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવતા હોય છે. આ રજૂ થયેલા પ્રમાણપત્રોને માન્ય રાખવા તેમજ પ્રોજેક્ટ માટે ઈશ્યુ કરવામાં આવેલી ફાયર એનઓસીના સંદર્ભમાં આક્ષેપિત અધિકારી મનિષકુમાર રાવલે ફરિયાદી પાસે પાંચ લાખ રૂૂપિયાની લાંચની કડક માંગણી કરી હતી.

જે તે સમયે ફરિયાદીએ આટલી મોટી રકમ એકસાથે આપવા અસમર્થતા દર્શાવી નાણાં ટુકડે-ટુકડે આપવાનું જણાવ્યું હતું, તે અંતર્ગત આજ રોજ પ્રથમ હપ્તા તરીકે 50 હજાર રૂૂપિયા ચૂકવવાનો વાયદો કર્યો હતો.જો કે, જાગૃત ફરિયાદી આ લાંચિયા અધિકારીને ભ્રષ્ટાચારના નાણાં આપવા બિલકુલ માંગતા ન હોવાથી તેમણે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરી અધિકારી વિરૂૂદ્ધ વિગતવાર ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદના આધારે અમદાવાદ એકમના મદદનિશ નિયામક એમ.એચ. પુવારના સુપરવિઝન હેઠળ અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.બી. વાળા તથા તેમની ટીમે ગાંધીનગરમાં ઘ-2 સર્કલ પટેલ આઈસ્ક્રીમ પાસે આવેલા 102 નંબરના AMTS બસ સ્ટેન્ડ આગળ જાહેર રોડ પર લાંચનું છટકું ગોઠવ્યું હતું.

આ ટ્રેપ દરમિયાન ફરિયાદી જ્યારે નિયત સ્થળે પહોંચ્યા ત્યારે આક્ષેપિત અધિકારી મનિષકુમાર રાવલે તેમની સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમની ખાતરી કરી હતી. જેવી ફરિયાદીએ 50 હજાર રૂૂપિયાની રોકડ રકમ આપી કે તરત જ છુપાઈને ઉભેલી અઈઇની ટીમે ત્રાટકીને આરોપીને સ્થળ પર જ લાંચની રકમ સાથે દબોચી લીધો હતો. હાલ ગુજરાત રાજ્ય એસીબીના નાયબ નિયામક હરેશ મેવાડાના માર્ગદર્શન હેઠળ ક્લાસ-2ના આ અધિકારી વિરૂૂદ્ધ ગુનો નોંધીને તેના ભ્રષ્ટાચારના નેટવર્ક અંગે વધુ તપાસ શરૂૂ કરવામાં આવી છે.