ગુજરાત
દરેડમાં દિવાળી દરમિયાન જુગાર અંગે બે સ્થળે દરોડા: 11 પત્તાપ્રેમી પકડાયા
જામનગર નજીક દરેડ વિસ્તારમાં દિવાળીની રાતે પોલીસે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડ્યા હતા, અને 11 પત્તાપ્રેમીઓની અટકાયત કરી લઈ રોકડ રકમ તથા જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.
પ્રથમ દરોડો મજૂરોની વસાહત વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરના સ્ટ્રીટ લાઇટ ના અજવાળે જુગાર રમી રહેલા શંકર વિશ્રામભાઈ શાહુ, ઇન્દ્રજીત મૃદુલ શાહુ, તિમિલ દારોગમલ પાસવાન, મજહર મુજફફર શેખ, મુકેશ ગામાભાઈ સરોજ અને બિંદા માતાપ્રસાદ ચોરસિયા ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂૂપિયા 12,680 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
આ ઉપરાંત દરેડ એફસીઆઇના ગોડાઉન પાછળથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા શક્તિ કનુભાઈ જાટવ, અનુપ ધર્મસિંહ જાટવ, ત્રિભોવન કુમાર ઘનશ્યામભાઈ વિશ્વકર્મા, પવન પ્રતાપભાઈ જાટવ અને માતાપ્રસાદ ગોટીરામ જાટવની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂૂપિયા 10,230 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.