વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી ગાયકવાડ બન્યો નંબરવન

‘એ’ ક્રિકેટમાં 5000 રન પૂરા કર્યા ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન રુતુરાજ ગાયકવાડ હાલમાં ભારત ’એ’ ટીમ સાથે શ્રીલંકાના પ્રવાસે છે. તે યજમાન શ્રીલંકા અને અફઘાનિસ્તાન…

‘એ’ ક્રિકેટમાં 5000 રન પૂરા કર્યા

ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન રુતુરાજ ગાયકવાડ હાલમાં ભારત ’એ’ ટીમ સાથે શ્રીલંકાના પ્રવાસે છે. તે યજમાન શ્રીલંકા અને અફઘાનિસ્તાન સામે ચાલી રહેલી ત્રિકોણીય શ્રેણીમાં રમી રહ્યો છે. ગાયકવાડ શ્રેણીની શરૂૂઆતથી જ શાનદાર ફોર્મમાં છે. તેણે શ્રીલંકા સામેની શરૂૂઆતની મેચમાં સદી ફટકારી હતી અને ત્યારબાદ આજે અફઘાનિસ્તાન સામે 66 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

આ ઇનિંગ સાથે તે લિસ્ટ એ ક્રિકેટમાં ઓછામાં ઓછા 5,000 રન બનાવનારા બેટ્સમેનોમાં શ્રેષ્ઠ સરેરાશનો વિરાટ કોહલીનો વિશ્વ રેકોર્ડ તોડવામાં સફળ રહ્યો. આ 66 રન સાથે રુતુરાજ ગાયકવાડ લિસ્ટ એ ક્રિકેટમાં 5,227 રન પર પહોંચી ગયો છે, જે 59.39ની સરેરાશથી બનાવ્યા છે, જે વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ છે. આ દરમિયાન વિરાટ કોહલી બીજા સ્થાને સરકી ગયો છે. કોહલીએ 57.91ની સરેરાશથી 16,447 રન બનાવ્યા છે. આ યાદીમાં માઈકલ બેવન, ચેતેશ્વર પૂજારા અને એબી ડી વિલિયર્સ જેવા ખેલાડીઓ પણ છે.