ક્રાઇમ
સૌરાષ્ટ્રના લોકોને ફર્નિચરના શોરૂમના સેલ્સમેને ડ્રોના કૂપન ડિસ્કાઉન્ટની લાલચ આપી 4.48 લાખની ઠગાઇ
જૂનાગઢનાં રાયજી નગરમાં રહેતા 40 વર્ષીય પ્રેમભાઈ જગદીશભાઈ ગોધવાણી શહેર પાસે વંથલી તાબાનાં વાડલા ફાટક પાસે નોવેલ્ટી ફર્નિચરના શોરૂૂમ ધરાવે છે અને ગ્રાહકોના વર્ક ઓર્ડર પ્રમાણે ફર્નિચરનું વેચાણ કરે છે.
મધુરમમાં રહેતા શોરૂૂમના સેલ્સમેન દિનેશ ગૌસ્વામીએ શૈલેષભાઇ સામાણી નામના ગ્રાહકને પશો રૂૂમનો 12માં મહીનામાં ડ્રો છે અને તમારૂૂ 55000નું પેમેન્ટ બાકી છે તમે ફુલ પેમેન્ટ આપો તો તમને ડ્રોનુ કુપન મળે પણ અત્યારે તમે મને 20,000 આપી દો તો હું તમારા ડ્રોના કુપન સાચવીને મુકી દઇશથ તેવી લાલચ આપી શૈલેષભાઈ પાસેથી 20,000 મેળવી લીધા હતા.
ઉપરાંત સેલ્સમેન દિનેશ ગૌસ્વામીએ શોરૂૂમના અન્ય ગ્રાહકોને કુલ બાકી નીકળતી રકમમાંથી ડિસ્કાઉન્ટ કરી આપવાની લાલચ આપી કુલ રૂૂપિયા 4,48,787ની રોકડ મેળવી લઈ આ નાણાં શો રૂૂમની પેઢીમાં જમા નહી કરાવી વર્ક ઓર્ડર ફોર્મમા શોરૂૂમના માલિકની ડુપ્લીકેટ સહી કરી તેમની સાથે તથા શોરૂૂમના ગ્રાહકો સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ પ્રેમભાઈએ બુધવારની રાત્રે નોંધાવતા વંથલી પોલીસે સેલ્સમેનની સામે છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ વાય. બી. રાણાએ હાથ ધરી હતી.
છેતરાયેલા 12 લોકોના નામ
શૈલેષભાઈ સામાણી, જૂનાગઢ – રૂા.20 હજાર
જ્યોતિબેન મહેતા, જૂનાગઢ – રૂા.48,000
કરસનભાઈ મુછાળ, વેરાવળ – રૂા.50,000
રોહિતભાઈ, રાજકોટ – રૂા. 80,000
નરેન્દ્રભાઇ પરમાર, શાપુર – રૂા.20,000
આશાબેન વાઘેલા, જૂનાગઢ – રૂા. 5,000
ચંદુભાઈ રત્નાભાઇ રાઠોડ – રૂા. 13,000
ઉત્તમભાઈ પટેલ – રૂા.31,380,
અસ્ફાકભાઈ, જામનગર – રૂા. 10,400,
હીરાભાઈ કરમટા, જૂનાગઢ – રૂા. 29,055
વ્રજલાલ રાઠોડ, જૂનાગઢ – રૂા.1,12,952
હરકિશનભાઈ જાની – રૂા.29,000