Site icon Gujarat Mirror

રેમ્પથી રણભૂમિ સુધી.. મિસ ઇન્ડિયા Kashish Methwani બની સેનામાં લેફ્ટનન્ટ

રેમ્પથી યુદ્ધભૂમિ સુધીનો સફર બહુ ઓછા લોકો પાર કરી શકે પરંતુ Kashish Methwani એ આ અશક્ય લાગતી વાતને હકીકતમાં ફેરવી બતાવી છે. મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યા પછી હવે તેઓ ભારતીય સેનામાં લેફ્ટનન્ટ બની ગઈ છે. એટલું જ નહીં, તેમણે CDS પરીક્ષામાં ઓલ ઈન્ડિયા રેન્ક (AIR) 2 મેળવીને પોતાની પ્રતિભાનો વધુ એક મજબૂત પુરાવો આપ્યો છે.બાળપણથી જ તેમને મિસ ઈન્ડિયા બનવાનું સ્વપ્ન હતું, અને તે સ્વપ્ન તેમણે 2023માં ’મિસ ઇન્ટરનેશનલ ઇન્ડિયા’નો ખિતાબ જીતીને પૂરું કર્યું. પરંતુ તેમની અંદર દેશસેવાની ઇચ્છા પણ એટલી જ મજબૂત હતી.

આ બંને સપનાઓને સંતુલિત રાખીને તેમણે પહેલા ગ્લેમરની દુનિયામાં સફળતા મેળવી અને પછી સેનામાં લેફ્ટનન્ટ બનીને એક નવી ઓળખ ઉભી કરી. મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યા પછી પણ કશિશે પોતાની સફર અટકાવી નહીં. 2024માં તેમણે CDS પરીક્ષા આપી અને તેમાં ઓલ ઈન્ડિયા રેન્ક 2 મેળવીને ઇતિહાસ રચ્યો. આ સફળતા તેમની મહેનત અને લગનનો સાબિતી છે. CDS પરીક્ષા પાસ કર્યા પછી, તેમણે ચેન્નાઈમાં આવેલી Officers Training Academyમાં 11 મહિનાની કઠોર તાલીમ લીધી. 6 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી પાસિંગ આઉટ પરેડ દરમિયાન, તેમને ભારતીય સેનામાં લેફ્ટનન્ટ તરીકે કમિશન આપવામાં આવ્યું. આ ક્ષણ તેમની જીવનયાત્રાનો સૌથી ગૌરવભર્યો તબક્કો બની રહ્યો.

Exit mobile version