Sports

ધોનીથી લઇને સચિન સુધીના ક્રિકેટરો આર્મી અને પોલીસમાં આપે છે વિશેષ સેવા

Published

on

આર્મી, નેવી, એરફોર્સ અને પોલીસમાં ઉચ્ચ રેન્કથી પદવી આપવામાં આવે છે

ભારતીય ક્રિકેટમાં પોતાના અમૂલ્ય યોગદાનના કારણે કેટલાક ભારતીય ક્રિકેટરોને દેશના ભારતીય સશસ્ત્ર દળો એટલે કે આર્મી, નેવી, એરફોર્સ અને પોલીસમાં ઉચ્ચ રેન્કની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ક્રિકેટરોને ક્રિકેટ ફિલ્ડની સાથે આ સશસ્ત્ર દળોમાં પણ સેવા આપવાનો મોકો મળ્યો છે. આ લિસ્ટમાં ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર અને એમએસ ધોનીના નામ પણ સામેલ છે. આ સિવાય બીજા કયા ક્રિકેટરો છે જેમને સશસ્ત્ર દળોમાં સેવા કારવાનો મોકો મળ્યો છે.


મોહમ્મદ સિરાજ : ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ટી20 વર્લ્ડ કપ 2024ની વિજેતા ટીમ ઈન્ડિયાની ભાગ હતો અને ત્રણ મેચમાં રમ્યો હતો. આ ચેમ્પિયન ટીમમાં તેલંગાણાનો તે એકમાત્ર ક્રિકેટર હતો. જેથી મોહમ્મદ સિરાજને તેલંગાણા સરકારે ડીએસપી તરીકે નિયુક્ત કરી તેનું સન્માન કર્યું છે.


જોગીન્દર શર્મા : ટી20 વર્લ્ડ કપ 2007માં ફાઈનલમાં પાકિસ્તાન સામે અંતિમ ઓવરમાં વિકેટ લઈ ભારતને ચેમ્પિયન બનાવનાર જોગીન્દર શર્મા ઓક્ટોબર 2007માં હરિયાણા પોલીસમાં જોડાયા હતા. રિટાયરમેન્ટ બાદ હાલમાં હરિયાણા પોલીસમાં ડીએસપીની પોસ્ટ પર છે.


હરભજન સિંહ : ટર્બનેટર તરીકે ફેમસ ભારતના પૂર્વ દિગ્ગજ સ્પિનર હરભજન સિંહ પણ જોગીન્દર શર્માની જેમ જ પંજાબ પોલીસમાં ડીએસપી તરીકે નિયુક્ત છે.


કપિલ દેવ : 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન અને ભારતના મહાન ક્રિકેટર કપિલ દેવ ઈન્ડિયન આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલ પદ પર છે.


એમએસ ધોની : 2007 ટી-20 વર્લ્ડ કપ અને 2011 ઓડીઆઇ વર્લ્ડ કપ વિજેતા મહાન કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આર્મીમાં પેરાશૂટ રેજિમેન્ટમાં લેફ્ટનન્ટ કર્નલના માનદ રેન્કથી સન્માનિત છે.


સચિન તેંડુલકર : ક્રિકેટના ભગવાન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ભારતીય વાયુસેનામાં ગ્રુપ કેપ્ટન પદ પર છે. ક્રિકેટમાં તેમના સર્વોચ્ચ યોગદાન બદલ સચિન તેંડુલકરને ઈન્ડિયન એરફોર્સ દ્વારા આ વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version