કચ્છ
ભુજમાં જાહેરમાં કારમાં દારૂની મહેફિલ માણતા ચાર નબીરા પકડાયા
કરછ જિલામા હાલ કાયદો વ્યવસ્થા ઢિલિ પડી તેવો માહોલ છેલા ઘણા સમય થી જોવા મળેલ. જુગાર,દારુ ખનિજ ચોરી સહિતના બનાવોમા ભારે ઉછાળો આવ્યો હોવાનુ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.
પશ્ચિમ-કચ્છ જીલ્લામાં અસામાજીક તત્વો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી માટેની કવાયત દરમિયાન આજરોજ ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કુલ પાસે ભુજ શહેર પોલીસ શી-ટીમ ના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એક સ્વીફટ ફોર-વ્હીલર ગાડી જેની આગળ-પાછળ નબંર પ્લેટમાં ચેકચાક કરવામા આવેલ જે ગાડી શંકાસ્પદ લાગતા જેથી સદરહુ ગાડી ચેક કરતા તેમા ત્રણ ઇસમો બેઠેલ હોય અને જે ઇસમોની વારફરથી પુછપરછ કરાતા તેમાથી બે લોકો કેફી પીણુ પીધેલ હાલતમાં તથા એક ઇસમના કબજામાંથી દારૂૂની બોટલ મળી આવેલ જેથી તે તમામ ઇસમો વિરુધ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. રામ શામજી ગાગલ ,સુમાર હાસમ નોડે ,સાહીલ ગની બાવા તમામ રહે. જવાહરનગર કનૈયાબે તા.ભુજ ને પકડી પાડવામાં આવ્યા હતા . આ કામગીરીમાં ભુજ શહેર પોલીસ શી-ટીમના પો.સબ ઇન્સ. યુ.ડી.ગોહીલ તથા એ.એસ.આઇ. શીતલબેન નાઇ તથા વુ.પો.હેડ.કોન્સ. રમીલાબેન શાહુ તથા ગાયત્રીબેન બારોટ જોડાયા હતા.