ચોટીલાના પીપળિયા પાસેથી 1 કિલો ગાંજા સાથે ચાર શખ્સોની ધરપકડ

ચોટીલાના પીપળીયા પાસે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની ટીમે દરોડો પાડી 1 કિલોથી વધુ ગાંજા સાથે ચાર શખ્સોની કરી હતી. ગુજરાત રાજ્યમાં નશાના કારોબારને જડમૂળથી ઉખેડી…

ચોટીલાના પીપળીયા પાસે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની ટીમે દરોડો પાડી 1 કિલોથી વધુ ગાંજા સાથે ચાર શખ્સોની કરી હતી. ગુજરાત રાજ્યમાં નશાના કારોબારને જડમૂળથી ઉખેડી નાખવા માટે પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ રાજકોટ ઝોન, સી.આઈ.ડી. ક્રાઈમે મોટી સફળતા મેળવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં આવેલા પીપળીયા ત્રણ રસ્તા પાસેથી ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ અધિક્ષક લોકેશ યાદવની સૂચના અને માર્ગદર્શન હેઠળ એ.એન.ટી.એફ. રાજકોટ ઝોનના પી.આઈ જે. જે. ચૌહાણ, પીએસઆઈ કે. એમ. મેહતા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ટીમને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે ચાર વ્યક્તિઓ પોતાની મોટરસાઇકલ પર ગાંજાની હેરાફેરી કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે પીપળીયા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી દરોડો પાડ્યો હતો. એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની ટીમે સ્થળ પરથી ચાર શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી તેમની તપાસ કરતા તેમની પાસેથી 1050 ગ્રામ (1 કિલો અને 50 ગ્રામ) ગેરકાયદેસર ગાંજો મળી આવ્યો હતો.

પકડાયેલા આરોપીઓમાં ચોટીલા ખડગુંદાના મનસુખ ઉર્ફે મનાભાઈ છગનભાઈ મકવાણા (ઉં.વ. 50),નરેશ વલ્લભભાઈ મકવાણા (ઉં.વ. 26), શાસ્ત્રીનગર ચોટીલાના રજની હસમુખભાઈ કોરડીયા (ઉં.વ. 48), વાસ્કુરપરા ચોટીલાના દીપકભાઈ મેહુલભાઈ લાદવા (ઉં.વ. 62)ની ધરપકડ કરી ચારેય પાસેથી રૂૂ.52500નો ગાંજો ઉપરાંત 4 નંગ મોબાઈલ ફોન, 2 મોટરસાઈકલ અને 30,000 રોકડ રકમ સહિત કુલ રૂૂ. 2,14,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ મામલે પોલીસ ઇન્સ્પેક્ટર જે. જે. ચૌહાણ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. ચારેય આરોપીઓ વિરુદ્ધ ગઉઙજ અભિં 1985 ની કલમ 8(સી), 20(બી)(2)(બી) અને 29 હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે. આ કેસની વધુ તપાસ સુરેન્દ્રનગરના આણંદપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. આ સફળ કામગીરીથી ડ્રગ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.