બોટાદમાં ખસ રોડ ઉપર થયેલ હત્યાના બનાવમાં પાંચમાંથી ચાર આરોપી ઝડપાયા

બોટાદ ટાઉન પોલીસ હદ ના આવતા ખસ રોડ પર ઇંસ્ટાગ્રામ માં બેન ને રિકવેશટ મોકલવા બાબતે અગાવ થયેલ માથાકૂટ ના સમાધાન માં આવેલ બને પક્ષે…

બોટાદ ટાઉન પોલીસ હદ ના આવતા ખસ રોડ પર ઇંસ્ટાગ્રામ માં બેન ને રિકવેશટ મોકલવા બાબતે અગાવ થયેલ માથાકૂટ ના સમાધાન માં આવેલ બને પક્ષે પ્રથમ બોલાચાલી બાદ હુમલો થતા હુમલા માં ઘટના સ્થળ પર એક નું મોત અને બે ઇજાગ્રસ્ત થયેલ જેમાં ફરિયાદ ના આધારે કુલ 5 લોકો વિરુદ્ધ ગુન્હો દાખલ થયેલ જેમાં આજે 4 આરોપી ની ઝડપી પાડેલ અને હજુ એક પોલીસ પકડ થી દુર જેમાં 3 સગીર વય ના આરોપી હોવાનું બોટાદ એસ.પી. ધર્મેન્દ્ર શર્માએ એ માહિતી આપી. બોટાદ શહેરના ખસ રોડ પર 9 જુલાઈના રોજ રાત્રિ દરમિયાન એક યુવાન પર તીક્ષણ હથિયારના ઘા કરતા ઘટના સ્થળ પર તેમનું મોત નીચે અને અન્ય બે યુવાનો ઘાયલ થયેલ હોય તેમને સારવાર માટે બોટાદ તેમજ ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતા. ઈજા ગ્રસ્તરા નિવેદન અને મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે બોટાદ પોલીસ દ્વારા હુમલો કરનાર અને હત્યા કરનાર ની શોધ ખોળ શરૂૂ કરવામાં આવેલ હતી.

બોટાદ શહેરના ખસ રોડ પર તારીખ 9 જુલાઈ ના રોજ ઇંસ્ટાગ્રામ પર બહેન ના મોબાઈલ માં ફ્રેન્ડ રિકવેશટ મોકલવા ના કારણે અગાવ બોલાચાલી થયેલ હોય જે બાબતે બને પક્ષે સમાધાન માટે બોટાદ શહેર ના ખસ રોડ પર બને પક્ષે ભેગા થયેલા જેમાં મળતી માહિતી મુજબ પ્રથમ વાતચીત બાદ ઉગ્ર બોલાચાલી થતા વાત મારામારી પર આવી ગઇ જે ઘટના માં તીક્ષણ હથિયાર વડે હુમલો થતા હરપાલભાઈ રવુ ભાઈ ખાચર જેમને ગંભીર ઈજા થતા તેમનું ઘટના સ્થળે મોત નિપજેલ અને અન્ય બે વ્યક્તિ જેમાં અક્ષયભાઈ રાજુભાઈ ખાચર ને ઈજા થતા ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા અને અન્ય સતુભાઈ વલકુભાઈ બોરીચા ને બોટાદ ની સબીહા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ ઘટના ની જાણ થતાં તે સમયે બોટાદ જિલ્લા પોલીસ વડા સહિત બોટાદ ડી.વાય.એસ.પી. ,બોટાદ એલ.સી.બી. બોટાદ એસ.ઓ.જી. ની ટિમ ઘટના સ્થળ પર અને હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી.

જેમાં મૃતક પરિવાર ની ફરિયાદ ના આધારે બોટાદ ટાઉન પોલીસ અને બોટાદ એલ.સી.બી. અને એસ.ઓ.જી. પીલીસ દ્રારા અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂૂ કરવામાં આવેલ હતી જેમાં ફરિયાદના આધારે હુમલો કરનાર કુલ 5 વ્યક્તિ હોય જેની તપાસ કરતા 4 આરોપી ની ધરપકડ કરવામાં આવી જેમાં 3 આરોપી સગીર વયના છે અને 1 આરોપી મયુર કીરીટસિંહ ડાયમાં ની ધારપકડ કરેલ છે અને હજી 1 આરોપી જસપાલ મહોબતસંગ ચાવડા નામના વ્યક્તિની ધરપકડ કરવાની બાકી છે જેમાં 3 સગીર વય ના હોય જેમને હાલ ભાવનગર ખાતે ખસેડવામાં આવેલ છે અને અન્ય 1 આરોપીની ધરપકડ કરવામાં આવેલ જેમની હાલ સમગ્ર ઘટનાને લઈ તપાસ શરૂૂ છે ત્યારે હજુ 1 આરોપી પોલીસ પકડથી દૂર છે જેને ઝડપી પાડવા પોલીસ દ્વારા હાલ કામગીરી શરૂૂ કરવામાં આવેલ છે.