ગ્વાલિયર હાઇવે પર દુર્ઘટનામાં એક જ પરિવારના ચારનાં મોત

ધૂમ્મસને કારણે કાર સાથે ભીષણ ધડાકાથી ટ્રકની ટક્કર ગ્વાલિયરના ભિંડ રોડ હાઇવે પર ગાઢ ધુમ્મસમાં એક ઝડપી ટ્રકે કારને ટક્કર મારી. એક જ પરિવારના ચાર…

ધૂમ્મસને કારણે કાર સાથે ભીષણ ધડાકાથી ટ્રકની ટક્કર

ગ્વાલિયરના ભિંડ રોડ હાઇવે પર ગાઢ ધુમ્મસમાં એક ઝડપી ટ્રકે કારને ટક્કર મારી. એક જ પરિવારના ચાર સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા; ટ્રક ડ્રાઇવરની શોધ ચાલુ છે. ગ્વાલિયરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે એક ભયાનક માર્ગ અકસ્માત થયો. ભિંડ રોડ હાઇવે પર બંટુ ધાબાની સામે એક ઝડપી ટ્રકે કારને ટક્કર મારી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં બે મહિલાઓ અને બે પુરુષોનો સમાવેશ થાય છે.

ટ્રક એટલા જોરદાર ધડાકા સાથે અથડાયો હતો કે કંઇક ભીષણ દુર્ઘટના હોવાની દહેશત સાથે આસપાસના વાહનો થંભી ગયા હતા અને નાગરિકોના ટોળા ઉમટયા હતા. આને કારણે થોડીવાર માટે હાઇવે પરનો ટ્રાફિક જામ થઇ ગયો હતો.

ત્યારબાદ હાઇવે મોનિટરિંગ પોલીસ આવી હતી અને તેમણે કાર્યવાહી હાથ ધરીને મૃત્યુ પામેલા તમામના મૃતદેહો ગ્વાલિયર સેન્ટ્રલ હોસ્પીટલ ખાતે મોકલી આપ્યા હતા.