ગુજરાત
પરિણીતાને રોકી ચાર શખ્સોએ મારકૂટ કરી ધમકી આપી
બેડી વિસ્તારના બનાવની ફરિયાદ નોંધાઇ
જામનગરના બેડી વિસ્તારમાં પરિણીતા સાથે ચાર શખ્સોએ ઝઘડો કરી મુંઢ મારકૂટ કરી મારી નાખવાની ધમકી આપવા સબબ ફરિયાદ નોંધાવતા સ્થાનિક પોલીસે ગુનો નોંધી કાર્યવાહી આરંભી હતી.જામનગરમાં સોઢા ફળી ખાતે રહેતા મુસ્કાન ઈમરાનભાઈ કકકલને બેડી વિસ્તારમાં આવેલી દિવેલિયા ચાલી પાસે શબ્બીર ઓસમાણ કકકલ, લિયાકત શબ્બીર કકકલ, આફતાબ શબ્બીર કકકલ અને નઝરાના શૌકત કકકલ નામના ચાર શખ્સોએ રોકી, પથતું તારા નાનીમાના ઘરે જતી નહીં.
તેમ જણાવતાં મુસ્કાને, પથહું મારા નાનીમાના ઘરે જઈશ.થથ તેમ કહેતાં ઝઘડો થયો હતો. ઉશ્કેરાયેલા ચારેય શખ્સોએ ગાળો કાઢી, વાળો પકડી, ઢીકાપાટુ વડે મારકૂટ કરી હતી. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણીએ સિટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે પીએસઆઈ ઝેડ. એમ. મલેક આગળની તપાસ ચલાવી રહયા છે.