Site icon Gujarat Mirror

ગોંડલમાં જમીન પર કબજો કરવા મામલે યુવાનને ચાર શખ્સોએ પાઈપથી ફટકાર્યો

oplus_2097184

ગોંડલના ભગવતપરામાં રહેતા ગોપાલભાઈ કવાભાઈ માટીયા (ઉ.35) નામનો યુવાન સાંજે નદીના પટમાં હતો ત્યારે લાલભાઈ કોળી અપ્પુ, રાજુ અને અજાણ્યા શખ્સે પાઈપ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં તેમને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.

ગોપાલે જણાવ્યું હતું કે, તે માલઢોરનું કામ કરે છે. તેમણે 300 વારનો પ્લોટ ખરીદ્યો છે. તેમાં આરોપીઓએ કબજો કરી લીધો હતો. અને તેઓએ આ પ્લોટ પચાવી પાડવો હોય જેથી હુમલો કર્યો હતો. આ અંગે ગોંડલ સીટી એ ડીવીઝન પોલીસે તપાસ શરૂ કરી હતી. જ્યારે બીજી ઘટનામાં હળવદ રેલવે સ્ટેશન પાસે રહેતાં ટીના ચતુરભાઈ ઠાકોર (ઉ.42) નામના યુવાનને કિરણ નામના વ્યક્તિએ માર મારતાં સારવારમાં ખસેડાયો હતો. તેમને સંતાનમાં એક દીકરો બે દીકરી છે તે મજુરી કામ કરે છે.

Exit mobile version