હુમલાખોર શખ્સોએ દારૂ પીવા પૈસા માંગી ઝઘડો કરતા યુવાન છોડાવવા ગયો’તો
ચોટીલામાં આવેલા મફતિયાપરા વિસ્તારમાં રહેતા યુવક પાસે ચાર નસેડીએ દારૂૂ પીવાના પૈસા માંગ્યા હતા જેથી યુવાને દારૂૂના પૈસા નહીં આપતા ચારેય નસેડીએ ઝઘડો કર્યો હતો. મિત્રના ડખામાં વચ્ચે પડેલા યુવક ઉપર ચારેય શખ્સોએ લાકડી વડે હુમલો કરી માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલામાં આવેલા મફતિયાપરામાં રહેતા મનોજ બહાદુરભાઈ ભોજવીયા નામનો 28 વર્ષનો યુવાન સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો. ત્યારે આકાશ, વિજય અને અજય સહિતના ચાર શખ્સોએ ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો પ્રાથમિક પૂછપરછમાં મનોજ ભોજવીયાના મિત્ર વિજય સોલંકી પાસે હુમલાખોર શખ્સોએ 50 રૂૂપિયા દારૂૂ પીવા માટે માંગ્યા હતા જેથી વિજય સોલંકીએ દારુના રૂૂપિયા નહીં આપતા ચારેય શખ્સોએ ઝઘડો કર્યો હતો. જેથી મિત્ર સાથે ઝઘડો કરતાં શખ્સોને સમજાવવા વચ્ચે પડેલા મનોજ ભોજવિયા ઉપર લાકડી વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે ચોટીલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

