ગુજરાત

રાજકોટ મિત્ર સાથે ઇવેન્ટમાં આવેલા પ્રૌઢ સહિત ચારના હાર્ટએટેકથી મોત

Published

on

યુવાન, પ્રૌઢ અને બે આધેડને આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડયો

રાજયભરમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે ત્યારે શહેરમાં વધુ ચાર લોકોના હૃદય થંભી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદથી રાજકોટ મિત્ર સાથે ઇવેન્ટમાં આવેલા પ્રૌઢ, શિવાજીનગરના યુવાન અને ન્યુ પપૈયા વાડીમાં આધેડ અને નુરાનીપરામાં દુકાને બેઠેલા આધેડનું હાર્ટ એટકેથી મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ અમદાવાદમાં ઇસનપુર વિસ્તારમાં રહેતા ગોપાલભાઈ કયુરજીભાઈ ખટીક નામના 45 વર્ષના પ્રૌઢ રાત્રીના દસેક વાગ્યાના અરસામાં રાજકોટમાં ઘંટેશ્વર વિસ્તારમાં ગ્રીનલીફ ક્લબમાં હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. પ્રૌઢને તાત્કાલિક સારવાર માટે ખાનગી બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયા ફરજ પરના તબીબે જોઈ તપાસી પ્રૌઢનું હદયરોગના હુમલાથી મોત નિપજ્યાનું જાહેર કરતા ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં ગોપાલભાઈને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે ગોપાલભાઈ તેનો મિત્ર ડ્રમ વગાડે છે તેની સાથે ઇવેન્ટમાં આવ્યા હતા જ્યાં તેમનું હદયરોગના હમલાથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.


બીજા બનાવમાં રાજકોટમાં ચુનારાવાડ વિસ્તારમાં આવેલા શિવાજીનગરમાં રહેતા મુકેશભાઈ નરશીભાઈ સોલંકી નામનો 38 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે હદયરોગનો હુમલો આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નીપજતા પરિવાર શોકમાં ગળકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મુકેશભાઈ સોલંકી ત્રણ ભાઈ બે બહેનમાં વચ્ચેટ હતો અને તેને સંતાનમાં ચાર પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.


આ ઉપરાંત ત્રીજા બનાવમાં રાજકોટમાં ગોકુલધામ મેઇન રોડ ઉપર આવેલ પપૈયા વાડીમાં રહેતા મિલનભાઈ જયંતીભાઈ રાઠોડ નામના 47 વર્ષના આધેડ પોતાના ઘરે હતા. ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. મિલનભાઈ રાઠોડને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આધેડનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું તબીબે જાહેર કર્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં મિલનભાઈ બે ભાઈ માં મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર છે. અને મિલનભાઈ શેરબજાર નું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે. ઉપર ત્રણેય બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version