ચાર ફૂટની લાબુબુ ડોલ 1.27 કરોડમાં વેચાઇ

કેસિંગ લંગ નામના હોન્ગકોન્ગના આર્ટિસ્ટે ક્રીએટ કરેલી લાબુબુ નામની મોન્સ્ટર શેપની ઢીંગલીઓ આજકાલ ખૂબ વાઇરલ થઈ છે. મૂળે આ ડોલ્સને પોપ માર્ટ નામની કંપનીએ માર્કેટમાં…

કેસિંગ લંગ નામના હોન્ગકોન્ગના આર્ટિસ્ટે ક્રીએટ કરેલી લાબુબુ નામની મોન્સ્ટર શેપની ઢીંગલીઓ આજકાલ ખૂબ વાઇરલ થઈ છે. મૂળે આ ડોલ્સને પોપ માર્ટ નામની કંપનીએ માર્કેટમાં મૂકી હતી જે વિશ્વભરમાં બ્લાઇન્ડ બોક્સ ટોય્સ તરીકે જાણીતી બની છે. આમ તો આ રમકડાની કિંમત લગભગ 500 રૂૂપિયા જેટલી હોય છે, પરંતુ તાજેતરમાં ચીનની રાજધાની બીજિંગમાં યોન્ગલ ઇન્ટરનેશનલ ઑક્શન દ્વારા લાબુબુ ડોલ્સનું ઑક્શન યોજવામાં આવ્યું હતું.

એમાં 4.4 ઇંચ એટલે કે લગભગ 131 સેન્ટિમીટર લાંબી બ્લુ રંગની લગભગ માણસની સાઇઝની એક લાબુબુ ડોલ 1.27 કરોડ રૂૂપિયામાં વેચાઈ હતી. આ એક્ઝિબિશન-કમ-ઑક્શનમાં લગભગ 48 આઇટમો મૂકવામાં આવી હતી. એમાં 200 ખરીદદારોએ ભાગ લીધો હતો. અહીં સવા કરોડની ઢીંગલીની સાથે કુલ 3.9 કરોડ રૂૂપિયાની લાબુબુ ડોલ્સ વેચાઈ હતી.