મોરબી-વાંકાનેર પંથકમાં અપમૃત્યુની જુદી-જુદી ચાર ઘટના: ચારનાં મોત

મોરબી-વાંકાનેર પંથકમાં આપઘાત અને અપમૃત્યુના બનાવોમાં ચાર વ્યક્તિના મોત થયા છે તમામ બનાવોની નોંધ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમ બનાવમાં મોરબીના વિસીપરા…

મોરબી-વાંકાનેર પંથકમાં આપઘાત અને અપમૃત્યુના બનાવોમાં ચાર વ્યક્તિના મોત થયા છે તમામ બનાવોની નોંધ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમ બનાવમાં મોરબીના વિસીપરા ભીમરાવનગર શેરી નં 3 માં રહેતા લીલાબેન જગદીશભાઈ ચૌહાણ (ઉ.વ.58) નામની પરિણીતાને આચ્કીની બીમારી હોય અને તા. 05 ના રોજ સાંજે આચકી આવતા પડી જતા સારવાર માટે ખસેડાયા હતા સારવારમાં મોત થયું હતું.

બીજા બનાવમાં મોરબીના કૃષ્ણનગર કોયલી ગામમાં રહેતા દિપીકાબેન સરદારભાઇ ભાભર (ઉ.વ.25) નામની પરિણીતા પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું હતું મૃતકનો લગ્નગાળો ત્રણ વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે.

ત્રીજા બનાવમાં થાન્ગાહના વતની હાલ વાંકાનેરના ભાયાતી જાંબુડિયા ગામમાં રહીને મજુરી કરતા રવીનાબેન કિશનભાઈ માંધડ (ઉ.વ.25) નામની પરિણીતાને પેશાબમાં લોહી આવતા પેટમાં દુખાવો થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી જ્યાં ઇન્જેક્શન અપાઈ બોટલ ચડાવતી વખતે આચકી ઉપડતા રાજકોટ હોસ્પિટલ સારવારમાં લઇ જતા મોત થયું હતું.

ચોથા બનાવમાં રાજકોટ રહેતા અમિતભાઈ રણજીતભાઈ રૂૂડાતલા (ઉ.વ.29) નામના યુવાન વાંકાનેરના ગુંદાખડા ગામની સીમમાં રેતીના પ્લાન્ટ ખાતે ગાડી પર રેતીનું લેવલ કરતા હતા ત્યારે ઉપરથી પસાર થતા ઇલેક્ટ્રિક તારને માથું અડી જતા વીજશોક લાગતા મોત થયું હતું પોલીસે તમામ બનાવોની નોંધ કરી તપાસ ચલાવી છે.