મનપાના ઢોર ડબ્બામાં સારવારના અભાવે ચાર ગાયના મોત

જામનગર નજીક હાપા માર્કેટિંગ યાર્ડ પાસે મહાનગરપાલિકા સંચાલિત ઢોરનો ડબ્બો આવેલો છે, જે સ્થળે આજે વિશ્વ પર્યાવરણના દિવસે કોંગ્રેસના કોર્પોરેટર જેનબબેન ખફી દ્વારા સરપ્રાઈઝ વિઝીટ…

જામનગર નજીક હાપા માર્કેટિંગ યાર્ડ પાસે મહાનગરપાલિકા સંચાલિત ઢોરનો ડબ્બો આવેલો છે, જે સ્થળે આજે વિશ્વ પર્યાવરણના દિવસે કોંગ્રેસના કોર્પોરેટર જેનબબેન ખફી દ્વારા સરપ્રાઈઝ વિઝીટ કરવામાં આવી હતી. જે વિઝીટ દરમિયાનમાં અનેક ક્ષતિ અને અક્ષમ્ય બેદરકારી સામે આવી હતી.

ઉપરોક્ત ઢોરના ડબ્બામાં મુલાકાત વેળાએ પશુઓને આપવા માટે નો પૂરતો ઘાસચારો ન હોવાનું, તેમજ પીવાના પાણીની પણ વ્યવસ્થા ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

આ ઉપરાંત ઢોરના ડબ્બામાં ચાર ગાયોના મૃતદેહ પડ્યા હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું, જ્યારે ચાર ગાયો ખૂબ જ અશક્ત અને બીમાર અવસ્થામાં હોવાનું જોવા મળ્યું હતું, અને તે સ્થળે પશુ ચિકિત્સકની પણ વ્યવસ્થા ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

મહાનગરપાલિકા દ્વારા ઢોરના ડબામાં પૂરતી કાળજી રાખવામાં આવતી ન હોવાનો આક્ષેપ કરાયો છે. જેઓ દ્વારા ઢોર ના ડબ્બાના સંચાલક સામે બેદરકારી દાખાવવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની પણ માંગણી કરાઈ છે.