ગુજરાત
ગાંધીધામમાં કૌટુંબિક બહેન સાથેના અફેરમાં યુવાનની હત્યા કરનાર ચાર આરોપી ઝડપાયા
ધોકા, કાર, મોબાઈલ સહિત રૂા. 6.15 લાખનો મુદ્દામાલ કબજે
ગાંધીધામ એ ડિવીઝન પોલીસે આ હત્યાના કેસમાં શંકર રામજીભાઈ પિંગલસુર (ઉ.વ.37) (રહે. મહેશ્વરી નગર ઝુપડા), નરેશ દેવરાજભાઈ ધુઆ (ઉ.વ.24) (રહે. સદગુરુ સ્માર્ટ વિલેજ ભુજપુર, મુંદ્રા), પ્રેમ ખીમજીભાઈ જાંજીયા (ઉ.વ.22) (રહે. મહેશ્વરી નગર ઝુપડા), નીતીન ગોપાલભાઈ ભર્યા (ઉ.વ.25) (રહે. મહેશ્વરીનગર ઝુપડા) ને ગુનામા ઉપયોગમાં લેવાયેલા લાકડાના બે ધોકા, એક પાંચ લાખની કાર, એક સ્કુટી, એપલ કંપનીનો એક મોબાઈલ સાથે મળીને કુલ 6.15 લાખનો મુદામાલ જપ્ત કરાયો હતો.
આ કામે મરણ જનારને આરોપી શંકર રામજી પિંગલસુર તથા નરેશ દેવરાજ ધુઆએ કૌટુમ્બીક બહેનો સાથે અફેર હોવાની બાબતનો ખાર રાખીને ગાંધીધામ બોલાવી કારમાં બેસાડી રમત ગમત સંકુલ લઈ આવીને અફેર બાબતે ઝગડો કરીને મારમારી કરી ધોકા વાડે માર માર્યો હતો. આરોપી પ્રેમ અને નીતીન ગોપાલભાઈ ભર્યાએ ઢીકાપાટુનો માર મારી મુઢ ઈજાઓ પહોંચાડતા તે મરણ પામ્યો હતો. આરોપી શંકર પિંગરસુર સામે પહેલા પણ ગાંધીધામ એ ડિવીઝનમાં ગુનો દાખલ છે, તો આરોપી પ્રેમ ખીમજીભાઈ જાંજીયા સામે ગાંધીધામ એ ડિવીઝનમાં ચાર ગુના નોંધાયેલા છે. આ સફળા કામગીરી પીઆઈ એમ.ડી. ચૌધરી, પીએસઆઈ એમ.એચ. જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ દ્વારા કરાઈ હતી.