પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અમારી સામે નમતા, એસ.પી. અમારે ત્યાં ઝાડુ મારે

ભોપાલ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પંજાબ કિંગ્સ (PBKS) તરફથી રમતા ઓલરાઉન્ડર ક્રિકેટર શશાંક સિંહ અને તેમના નિવૃત્ત આઇપીએસ (ઈંઙજ) અધિકારી પિતા શૈલેષ સિંહ મુશ્કેલીમાં મુકાયા…

ભોપાલ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પંજાબ કિંગ્સ (PBKS) તરફથી રમતા ઓલરાઉન્ડર ક્રિકેટર શશાંક સિંહ અને તેમના નિવૃત્ત આઇપીએસ (ઈંઙજ) અધિકારી પિતા શૈલેષ સિંહ મુશ્કેલીમાં મુકાયા છે.
ભોપાલમાં આ બંને વિરુદ્ધ પોતાના ઘરે કામ કરતા એક વ્યક્તિ સાથે મારપીટ કરવા અને અપશબ્દો બોલવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પીડિતની ફરિયાદના આધારે ભોપાલના રાતીબડ પોલીસ સ્ટેશનમાં આ મામલે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાતીબડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ મુજબ, પૂર્વ અધિકારીના ઘરે રસોઈયા તરીકે કામ કરતા વિપેન્દ્ર સિંહ તોમરે આરોપ લગાવ્યો છે કે, ક્રિકેટર શશાંક સિંહ, તેમના પિતા શૈલેષ સિંહ અને અન્ય એક ત્રીજી અન્ય વ્યક્તિએ તેની સાથે મારપીટ કરી હતી અને અત્યંત અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. અને પીડીતના આક્ષેપ મુજબ આરોપી ક્રિકેટર શશાંકસિંહ અને તેમના પિતા શૈલેષસિંંહે રોફ જમાવતા કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ પણ તેની સામે ઝુકતા હતા અને એસ.પી. કક્ષાના અધિકારી અમારે ત્યાં ઝાડુ પોતા કરતા હતા.

ફરિયાદમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, નિવૃત્ત આઇપીએસ અધિકારી શૈલેષ સિંહે પીડિત રસોઈયાનો મોબાઈલ ફોન પણ ઝૂંટવી લીધો હતો જેથી તે કોઈનો સંપર્ક ન કરી શકે. પોલીસે લેખિત ફરિયાદના આધારે તપાસ શરૂૂ કરી દીધી છે અને સંબંધિત કલમો હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

રસોઈયા વિપેન્દ્ર સિંહે નોંધાવેલી લેખિત ફરિયાદ અનુસાર, તેને તાજેતરમાં જ એક ઓળખીતા વ્યક્તિ મારફતે રીવાથી ભોપાલ લાવવામાં આવ્યો હતો. તેને પૂર્વ પોલીસ અધિકારીના નીલબડ સ્થિત બંગલા પર રહેવા-જમવાની સગવડ સાથે દર મહિને રૂૂ. 15,000 નો પગાર આપવાનું નક્કી કરાયું હતું. આ ઉપરાંત, ભવિષ્યમાં તેને સરકારી નોકરી મેળવવામાં મદદ કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી.

જો કે, ફરિયાદીનો આરોપ છે કે નોકરી શરૂૂ કર્યાના ગણતરીના કલાકોમાં જ તેની પર ભારે માનસિક દબાણ બનાવવામાં આવ્યું હતું અને તેની સાથે દુર્વ્યવહાર શરૂૂ થઈ ગયો હતો. ત્યારબાદ રાંધેલા ખોરાકની ગુણવત્તા બાબતે થયેલી ફરિયાદ પરથી મામલો ખૂબ જ વણસ્યો હતો અને વાત મારપીટ સુધી પહોંચી ગઈ હતી.