રાજકોટ શહેર એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં વોર્ડ નં.10ના ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ મોનિલ શાહનું નામ ખૂલતા તેને પક્ષમાંથી સસ્પેન્ડ કરેલ છે.
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેએ જણાવાયું છે કે રાજકોટ મહાનગર વોર્ડ નં.10 ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર અને શહેરના વોર્ડ નં. 10 યુવા મોરચાના પૂર્વ પ્રમુખ મોનીલ શાહનું તાજેતરમાં પ્રતિબંધક નશાકારક પીણા જેવા પદાર્થોનું સેવન તથા હેરાફેરીના ગુન્હામાં નામ ખુલતા રાજકોટ પોલીસ દ્વારા તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. તેમના આવા કૃત્યથી ભારતીય જનતા પાર્ટીની શિસ્ત, આબરૂૂ અને પ્રતિષ્ઠાને નુકશાન પહોંચે તેમ હોય, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સુચના અને માર્ગદર્શન મુજબ તાત્કાલિક અસરથી શિસ્તભંગના પગલા લેતાં તેઓને પાર્ટીના પ્રાથમિક અને સક્રિય સભ્ય સહિત તમામ હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કરેલ છે.

