ક્રાઇમ
ધ્રોલમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરનો પુત્ર દારૂની 12 બોટલ સાથે ઝડપાયો
ધ્રોલ-રાજકોટ હાઇવે પરથી આરોપીને ઝડપી ગુનો નોંધાયો
જામનગર જિલ્લાના ધ્રોલ માંથી ભાજપના વોર્ડ નં 1 ના પૂર્વ કોર્પોરેટર સામત ભાઈ ઝુંઝા નો પુત્ર ઈંગ્લીશ દારૂૂની 12 બોટલ સાથે ધ્રોલ પોલીસે ઝડપી પાડ્યો છે.
તારીખ 28-11 ની રાત્રે ધ્રોલ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ રઘુવીર સીંહ ચંદુભા જાડેજા અને કરણ ભાઈ નારણ ભાઈ શીયાર ધ્રોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગ માં હોય ત્યારે ખાનગી રાહે બાતમી મળતા ધ્રોલ-રાજકોટ હાઈવે રોડ પર આવેલ સ્વામિનારાયણ પાર્ક માં જવાના કાચા રસ્તે એક ઈસમ ગેરકાયદેસર ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂૂ સાથે ઉભો હોય તેવી હકીકત મળતા બાતમી વાળી જગ્યાએ રેઈડ કરતા ત્યાં એક ઈસમ શંકાસ્પદ હાલતમાં એક પ્લાસ્ટિકના બાચકા સાથે મળી આવેલ જેથી મજકુર ઈસમ નું નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ રૂૂખા ભાઈ સામત ભાઈ ઝુંઝા જાતે ભરવાડ (ઉ.વ.24 રહે. એસ.બી.આઈ રોડ ભરવાડ શેરી ધ્રોલ જી. જામનગર વાળા) હોવાનું જણાવતા હોય તેમજ મજકુર ઈસમ પાસે રહેલ પ્લાસ્ટિકના બાચકા માં પંચો રૂૂબરૂૂ તપાસ કરતા તેમાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂૂની 12 બોટલો મળી આવ્યો હતો.
આ મજકુર આરોપીએ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂૂની કુલ 12 નંગ બોટલો કિ.રૂૂ. 6000 ના મુદ્દામાલ સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.