ગુજરાત

ગુજરાત બોર્ડ દ્વારા ધો-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ

Published

on

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સામાન્ય પ્રવાહના ફોર્મ ભરવાની કાર્યવાહીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના ફોર્મ 2 ડિસેમ્બર સુધી ભરી શકાશે. અગાઉ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂૂ કરાઈ હતી. જોકે, હવે ધોરણ-12 સા.પ્ર. સાથે બોર્ડના તમામ ધોરણની ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂૂ થઈ છે. બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12 સાયન્સની પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂૂ કરવામાં આવ્યા બાદ હવે ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના પણ ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે.

રાજ્યની તમામ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, D.D..બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમા ધરાવતી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોને બોર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે કે, ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, D.D. બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાની ફેબ્રુઆરી-2025થી યોજાનારી બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ઓનલાઈન ભરવાની કાર્યવાહી થી શરૂૂ કરાઈ છે.વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની કાર્યવાહી ગુરુવારથી શરૂૂ થઈ છે અને શાળાઓ દ્વારા 2 ડિસેમ્બરના રોજ રાતના 12 વાગ્યા સુધી વિદ્યાર્થીઓના ફોર્મ ભરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી તમામ સ્કૂલોએ નક્કી કરેલી સમય મર્યાદામાં વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના રહેશે.

ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, D.D..બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાના તમામ પ્રકારના જેમાં નિયમિત, ૠજઘજ રેગ્યુલર, ૠજઘજ રિપિટર તથા પૃથ્થક વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફરજિયાત ઓનલાઇન ભરવાના રહેશે.ફોર્મ ભરવાને લઈને જરૂૂરી સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે. જેથી તેનો અભ્યાસ કરી શાળાઓ ફોર્મ ભરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version