ગુજરાત

ધોરણ-10 અને 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ

Published

on


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12 સાયન્સની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. મંગળવારથી શરૂૂ કરવામાં આવેલી આ કાર્યવાહીમાં 30 નવેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા માટે વિદ્યાર્થીઓના ફોર્મ ફરજિયાત ઓનલાઈન જ ભરવાના રહેશે. જોકે, ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે આગામી દિવસોમાં ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂૂ કરવામાં આવશે.


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 27 ફેબ્રુઆરીથી ધોરણ-10 અને 12ની પરીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષાને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સ અને ધોરણ-10ના વિદ્યાર્થીઓના આવેદનપત્રો ભરવાની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. આમ, હવે સત્તાવાર રીતે બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધોરણ-10 અને ધોરણ-12 સાયન્સની પરીક્ષા માટે મંગળવારના રોજથી ઓનલાઈન આવેદનપત્રો ભરવાની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી 30 નવેમ્બર સુધી ચાલશે. 30 નવેમ્બર સુધી રેગ્યુલર ફી સાથે ફોર્મ સ્વીકારાશે.


ધોરણ-12 સાયન્સના તમામ નિયમિત વિદ્યાર્થીઓ તથા રિપીટર વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફરજિયાત ઓનલાઈન જ ભરવાના રહેશે. બોર્ડ દ્વારા ફોર્મ ભરવાને લઈને જરૂૂરી સુચનાઓ વેબસાઈટ પર મૂકવામાં આવી છે. જેથી તેનો અભ્યાસ કરીને વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના રહેશે તેમ જણાવાયું છે. જ્યારે ધોરણ-10માં તથા સંસ્કૃત પ્રથમાના તમામ પ્રકારના જેમાં નિયમિત, રિપીટર, પૃથ્થક, ૠજઘજ નિયમિત તથા ૠજઘજ રિપીટર વિદ્યાર્થીઓના બોર્ડની પરીક્ષા માટેના ફોર્મ ફરજિયાત ઓનલાઈન જ ભરવાના રહેશે. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12 સાયન્સની ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂૂ કરવામાં આવ્યા બાદ હવે આગામી દિવસોમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂૂ કરવામાં આવશે. ધોરણ-10ની પરીક્ષા માટે નિયમિત વિદ્યાર્થીઓએ રૂૂ. 405 ફી ભરવાની રહેશે. જ્યારે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલના નિયમિત વિદ્યાર્થીઓ માટેની ફી પણ રૂૂ. 405 નક્કી કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version