રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર ડાયરેક્ટ આઈએએસ કે. રાજેશ ફરજીયાત નિવૃત્ત

ગુજરાતના વહીવટી ઇતિહાસમાં પહેલીવાર ડાયરેક્ટ ભરતીના IAS અધિકારીને ફરજિયાત નિવૃત્તિટર્મિનેશનના આદેશ આપવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગે ગુજરાત કેડરના 2011 બેચના IAS કે. રાજેશને કમ્પલ્સરી…

ગુજરાતના વહીવટી ઇતિહાસમાં પહેલીવાર ડાયરેક્ટ ભરતીના IAS અધિકારીને ફરજિયાત નિવૃત્તિટર્મિનેશનના આદેશ આપવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગે ગુજરાત કેડરના 2011 બેચના IAS કે. રાજેશને કમ્પલ્સરી રિટાયરમેન્ટના હુકમ કર્યા છે. તેઓ છેલ્લાં પાંચ વર્ષથી સસ્પેન્શન હેઠળ છે. ભ્રષ્ટાચાર અને ગરીબ ગ્રામીણ નાગરિકો સાથેની ગેરરીતિઓના આરોપોમાં ડાયરેક્ટ IAS સામે આવી કાર્યવાહી થઈ હોવાનું વહીવટી વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

કે.રાજેશ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર છે. 2017થી 2021 સુધી તેમણે જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી. હથિયાર પરવાના લાઇસન્સમાં લાંચ ઉઘરાવવાની ફરિયાદ બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા. દિલ્હી ખાતે ઙખઘ અને ઈઇઈંમાં પણ ફરિયાદ દાખલ થઈ હતી.

CBIએ ભ્રષ્ટાચારના કેસમાં તેમની ધરપકડ કરી હતી. સમન્સ બાદ પૂછપરછમાં સહકાર ન મળતાં તેમને પકડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર, સુરત, અમદાવાદ અને આંધ્રપ્રદેશના નિવાસસ્થાનો પર દરોડા પડ્યા હતા. આ કેસમાં સુરતના વચેટિયા રફિક મેમણની પણ ધરપકડ થઈ હતી. CBI અને EDની કાર્યવાહીને કારણે આ મામલો વધુ ગંભીર બન્યો હતો.

રાજ્ય સરકાર ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે. ઑપરેશન ગંગાજળ હેઠળ અનેક કર્મચારીઓ અને અધિકારીઓ સામે ફરજિયાત નિવૃત્તિની કાર્યવાહી થઈ ચૂકી છે. આ વખતે તે કાર્યવાહી ડાયરેક્ટ IAS સુધી પહોંચી હોવાથી વહીવટીતંત્રમાં તેને અપવાદરૂૂપ ગણવામાં આવી રહ્યું છે. સરકારનો મતલબ સ્પષ્ટ છે કે ભ્રષ્ટાચારના ગંભીર આરોપોમાં પદ કે કેડરને ધ્યાનમાં લીધા વગર કાર્યવાહી થશે. કે. રાજેશ સામેની આ કાર્યવાહી હવે વહીવટી વર્તુળોમાં સૌથી ચર્ચિત નિર્ણય બની રહી છે.