ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમવાર છોકરા, છોકરીઓ એક જ ટીમમાં રમશે

તા.14થી 29 નવેમ્બર કોલંબોમાં યોજાશે ટેસ્ટ દ્વેન્ટી ટુર્નામેન્ટ ક્રિકેટમાં અત્યાર સુધી તમે પુરુષો અને મહિલાઓને અલગ અલગ મેચમાં રમતા જોયા હશે. ટેસ્ટ ક્રિકેટનો રોમાંચ જોયો…

તા.14થી 29 નવેમ્બર કોલંબોમાં યોજાશે ટેસ્ટ દ્વેન્ટી ટુર્નામેન્ટ

ક્રિકેટમાં અત્યાર સુધી તમે પુરુષો અને મહિલાઓને અલગ અલગ મેચમાં રમતા જોયા હશે. ટેસ્ટ ક્રિકેટનો રોમાંચ જોયો હશે અને ટી20માં તોફાની બેટિંગ જોઈ હશે. પરંતુ કલ્પના કરો કે, મેદાન પર છોકરાઓ અને છોકરીઓ બંને ઇનિંગમાં એક જ ટીમ માટે હોય અને જીતનો નિર્ણય માત્ર છોકરાના બેટથી નહીં, પરંતુ છોકરીઓના પ્રદર્શન પરથી થાય તો? ક્રિકેટની દુનિયામાં આવો જ એક અનોખો પ્રયોગ થવા જઈ રહ્યો છે. જે રમતના પરંપરાગત માળખા માટે પડકાર આપશે. ટેસ્ટ ટ્વેન્ટી ટુર્નામેન્ટનું આયોજન શ્રીલંકાના કોલંબોમાં 14 થી 29 નવેમ્બર સુધી કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટની સૌથી ખાસ વાત એ છે કે છોકરા અને છોકરીઓ દ્વારા બનાવવામાં આવેલા રનને જોડીને ટીમનો સ્કોર નક્કી કરવામાં આવશે અને બંનેનું પ્રદર્શન મેચના પરિણામમાં મહત્વની ભૂમિકા ભજવશે.

સિંહલીઝ સ્પોર્ટ્સ ક્લબમાં યોજાનારી આ ટૂર્નામેન્ટમાં 13થી 21 વર્ષની ઉંમરના 160 યુવા ક્રિકેટરો ભાગ લેશે. દુનિયાભરમાંથી પસંદ કરવામાં આવેલા ખેલાડીઓને ચાર ખંડીય ટીમોમાં વહેંચવામાં આવશે. દરેક ટીમમાં 20 છોકરીઓ અને 20 છોકરાઓ હશે. ટૂર્નામેન્ટનું સૌથી મહત્વનું પાસું ‘પેરિટી રૂૂલ’ એટલે કે સમાનતાનો નિયમ છે. આ નિયમ હેઠળ છોકરા અને છોકરીઓનું પ્રદર્શન સાથે મળીને ટીમની જીત કે હાર નક્કી કરશે. ટૂર્નામેન્ટના સ્થાપક ગૌરવ બહિરવાનીના જણાવ્યા અનુસાર, સમાનતાનો સિદ્ધાંત માત્ર મેદાન પૂરતો સીમિત નહીં રહે. મેચના પ્રસારણ દરમિયાન પણ છોકરા અને છોકરીઓને સમાન સમય આપવામાં આવશે.

આ ફોર્મેટમાં દરેક મેચ એક જ દિવસમાં પૂર્ણ થશે. શરૂૂઆતની 40 ઓવર દિવસ દરમિયાન લાલ બોલ અને સફેદ ડ્રેસમાં રમાશે. ત્યારબાદ અંતિમ 40 ઓવર રંગીન ડ્રેસમાં સફેદ બોલથી એસએસસીના ફ્લડલાઇટ્સ હેઠળ રમાશે. બંને તબક્કામાં બનાવેલા રન જોડાતા રહેશે અને દરેક ટીમને બે વખત બેટિંગ કરવાની તક મળશે.