IPLમાં પ્રથમવાર ધોની એક પણ મેચ ન રમ્યો

18 વર્ષ જૂની પરંપરા તૂટી, ચાહકો નિરાશ આઇપીએલ 2026 માં પોતાની છેલ્લી લીગ મેચમાં રમવા ચેન્નાઈ સુપર કિંગ્સ ગુજરાત ટાઈટન્સ સામે મેદાનમાં ઉતરતા સાથે જ…

18 વર્ષ જૂની પરંપરા તૂટી, ચાહકો નિરાશ

આઇપીએલ 2026 માં પોતાની છેલ્લી લીગ મેચમાં રમવા ચેન્નાઈ સુપર કિંગ્સ ગુજરાત ટાઈટન્સ સામે મેદાનમાં ઉતરતા સાથે જ લાંબા સમયથી ચાલતી એક પરંપરા તૂટી ગઈ. 18 વર્ષમાં આ પહેલીવાર બન્યું છે કે મહેન્દ્ર સિંહ ધોનીએ સમગ્ર આઇપીએલ સિઝનમાં એક પણ લીગ મેચ નથી રમ્યો. ધોની ઈજાને કારણે ઈંઙક 2026 ની શરૂૂઆતથી જ ગેમથી બહાર છે, જે સીએસકે માટે મોટો ફટકો છે. સિઝન શરૂૂ થાય તે પહેલા પ્રિ-સિઝન કેમ્પ દરમિયાન ધોનીને ઈજા થઈ હતી. ટીમ મેનેજમેન્ટને શરૂૂઆતમાં આશા હતી કે તે ફક્ત બે અઠવાડિયામાં સાજો થજ જશે. જોકે, ઈજા વધુ ગંભીર હતી. ધોનીએ વાપસીનો પ્રયાસ કર્યો, જેનાથી ઈજા વધુ ખરાબ થઈ. ત્યારબાદ લીગ સ્ટેજની અંતિમ મેચો દરમિયાન તેને અંગૂઠામાં નવી ઈજા થઈ. ઈજા બાદ ધોની રાંચી પાછો ફર્યો. ટીમે જણાવ્યું છે કે જો સીએસકે પ્લેઓફમાં પહોંચે તો ધોની ટીમમાં ફરી જોડાઈ શકે છે, પરંતુ હાલમાં તેને અંગૂઠામાં ઈજા છે.