Site icon Gujarat Mirror

મીઠાપુરના આરંભડામાં બાવળની ઝાડીમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં રવિવારે સ્થાનિક પી.આઈ. ડી.એન. વાંઝા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ નરેન્દ્રસિંહ જાડેજા, મહીરાજદાન ગઢવી, જયપાલસિંહ જાડેજા અને ધર્મદિપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરંભડા ગામમાં ટાટા કંપનીના મીઠાના કયારાની આગળ બાવળની ઝાડીમાં બેસીને ગંજીપાના વડે જુગાર રમી રહેલા મુકેશ દલસુખ સોલંકી, રમેશ દલસુખ સોલંકી, શ્યામ રામુ સોલંકી, અશોક ગોવિંદ ચારોડીયા અને કિશોર મનજી સોલંકી નામના પાંચ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.

પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂૂપિયા 52,520 ની રોકડ રકમ તથા રૂૂપિયા 8,000 ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂૂપિયા 60,520 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી. (તસવીર: કુંજન રાડિયા)

Exit mobile version