Site icon Gujarat Mirror

બગસરામાં ખંડણી માંગી કોન્ટ્રાક્ટર પર પાંચ શખ્સોનો હુમલો: કારમાં તોડફોડ

બગસરા નગરપાલિકા બિલ્ડીંગ સામે રોડ ઉપર અમદાવાદના હાર્દિકભાઈ નટવરલાલ ઠેસિયાની એચ એન ઠેસિયા ક્ધટ્રક્શન કંપની એ બગસરામાં આરસીસી રોડનું કામ રાખેલ હોય અને તેનું બગસરા પાલિકામાંથી રોડ બાબતનું ટેન્ડર મળેલ હોય અને તેનું હાર્દિકભાઈ તથા તેના સાથેના લોકો એગ્રીમેન્ટ કરવા આવેલા હોય જેથી કરણ નાગભાઈ વાળા તથા કપિલ જેબલિયા તથા 3 અજાણા શખ્સોને સારું નહીં લાગતા એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી પાઇપ અને ધોકા જેવા હથિયારો ધારણ કરી હાર્દિકભાઈની ફોરવીલ ક્રેટા GJ01 ws6942 ની ઉપર ધોકા અને પાઇપથી કારના આગળ પાછળના કાચ તેમ જ હેડલાઇટ સાઇડના કાચ સાઈડના મિટર તોડી આગળનું બોનેટ ખાલી સાઇડનો દરવાજો તોડી કારમાં આશરે બે લાખનું નુકસાન કરી હાર્દિકભાઈ તથા તેના સાથેના આવોને મારવા દોડી આરોપીઓને હાર્દિકભાઈને કહેલ કે અહીં કેમ અમારા ગામમાં તમારાથી રોડનો કોન્ટ્રાક્ટ રખાય અહીં અમારા સિવાય કોઈને કામ કરવા દેવાના નથી અને જો કામ કરવું હોય તો અમને ખંડણી આપી જ પડશે તેવું કહી ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યાની બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાતા જિલ્લા પોલીસ વડા આ કેસની ગંભીરતા લઈ તાત્કાલિક આ કેસની તપાસ એલ સી બીને સોંપવામાં આવી છે.

Exit mobile version