ચોટીલાના નવાગામમાં યુવાન ઉપર છેડતીનું આળ મુકી પાંચ શખ્સોએ કર્યો હુમલો

ચોટીલામાં રહેતો યુવાન નવાગામમાં હતો ત્યારે પાંચ શખ્સોએ યુવતીની છેડતી કર્યાનું આળ મુકી છરી-પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો…

ચોટીલામાં રહેતો યુવાન નવાગામમાં હતો ત્યારે પાંચ શખ્સોએ યુવતીની છેડતી કર્યાનું આળ મુકી છરી-પાઇપ વડે માર માર્યો હતો.

હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હુમલાખોર શખ્સોએ દારૂ પીવા બોલાવી દારૂના નશામાં યુવતી ઉપર ધક્કો મારી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલામાં રહેતો વિપુલ મેધાભાઇ ખીમસુરીયા નામનો 35 વર્ષનો યુવાન રાત્રીના સમયે નવાગામમાં હતો ત્યારે રાજુ અને નિલેશ સહિતના શખ્સોએ ઝઘડો કરી છરી-પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં વિપુલ ચાર ભાઇમાં નાનો અને તેને સંતાનમાં ત્રણ પુત્રી છે. બાંધકામનો ધંધો કરતા વિપુલ ખીમસુરીયાને હુમલાખોર શખ્સોએ દારૂ પીવા બોલાવ્યા બાદ દારૂ પીવડાવી નશામાં યુવતી પર ધક્કો માર્યો હતો. બાદમાં છેડતીનું આળ મુકી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે ચોટીલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.