Sports

રોહિતથી લઈને વિરાટ સુધીના પાંચ ક્રિકેટરો આ વર્ષે બન્યા પિતા

Published

on

ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે, વર્ષ 2024નું વર્ષ પુરુ થવાને આરે છે, આ વર્ષે 2024માં ક્રિકેટની દુનિયા પર નજર નાંખીએ તો ઘણીબધી યાદગાર ઘટનાઓ ઘટી છે. આ વર્ષે 2024માં ઘણા ક્રિકેટરોના ઘરે નવા મહેમાનોનું આગમન થયું હતું. આ વર્ષે ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી બીજી વખત પિતા બન્યા છે. બીજી વખત પિતા બનવાને કારણે રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બની શક્યો ન હતો, જેમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી.
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ 15 ફેબ્રુઆરી 2024ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. જેનું નામ અકાય છે.

વિરાટ અને અનુષ્કાએ સોશિયલ મીડિયા દ્વારા પુત્રના જન્મની જાહેરાત કરી હતી. તેમની પુત્રીનું નામ વામિકા છે. જેનો જન્મ 11 જાન્યુઆરી 2021ના રોજ થયો હતો.ભારતીય ક્રિકેટ ટીમના ઉભરતા સ્ટાર સરફરાઝ ખાનની પત્ની રોમાના ઝહૂરે 21 ઓક્ટોબર, 2024ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. તેણે ઈન્સ્ટાગ્રામ પર પુત્રના જન્મની જાહેરાત કરી હતી. સરફરાઝ ખાને તેના નવજાત બાળકનો પહેલો ફોટો પિતા નૌશાદ ખાન સાથે શેર કર્યો હતો. પાકિસ્તાની ક્રિકેટર શાહીન આફ્રિદી પણ આ વર્ષે એક પુત્રનો પિતા બન્યો છે. તેની પત્ની અંશા આફ્રિદીએ 24 ઓગસ્ટ 2024ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. તેઓએ પોતાના પુત્રનું નામ અલિયાર આફ્રિદી રાખ્યું છે. ઓસ્ટ્રેલિયાને જીત તરફ લઈ જવા માટે ભારત સામે એડિલેડ ટેસ્ટમાં સદી ફટકારનારા ટ્રેવિસ હેડની પત્ની જેસિકા ડેવિસે 4 નવેમ્બરે પુત્રને જન્મ આપ્યો છે. ઓસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટ મેચ દસ વિકેટે જીતી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version