ક્રાઇમ
હરિપર મેવાસામાં ફટાકડા ફોડવાના ઝઘડામાં ફાયરિંગ; પાંચ ઘાયલ
ફટાકડા ફોડવા બાબતે બે મુસ્લિમ પરિવાર વચ્ચે થયેલ ઝઘડા બાદ ચાર શખ્સોએ મચાવેલો આતંક
ઇજાગ્રસ્તોને સારવાર માટે જામનગર હોસ્પિટલમાં ખસેડાયા
જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ના હરીપર મેવાસા ગામમાં ફટાકડા ફોડવા બાબતે બે મુસ્લિમ પરિવાર વચ્ચે થયેલ ઝગડામાં એક પરિવાર ઉપર સામા જુથે ફાઈરીંગ કરતા આ બનાવમાં એક નાના બાળક સહિત પરિવારના 5 લોકો ધાયલ થયા હતા. ઈજાગ્રસ્ત તમામને સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પીટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતા જામનગર એલસીબી,એસઓજી અને કાલાવડ પોલીસ હરીપર મેવાસા ગામે દોડી ગઈ હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરતા આ હુમલા અને ફાયરિગની ઘટનામાં પિતા અને બે પુત્રો સહીત 4ની સંડોવણી ખુલતા આ મામલે કાલાવડ ગ્રામ્યમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ જામનગર જીલ્લા કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે બે મુસ્લિમ પરિવાર વચ્ચે માથાકૂટ થઇ હતી. જે વાત મારામારી અને ફાયરીંગ સુધી પહોચી હતી. ફાયરીંગમાં હાલાણી સુમરા પરિવાર ના 5 લોકો સહિત એક બાળકને ઈજા થઇ હતી. મોડી રાત્રે બનેલા ફાયરિંગના બનાવમાં સીમાબેન હાલાણી, તાજુનભાઇ હાલાણી, તમન્નાબેન હાલાણી,આયેશાબેન હાલાણી અને અસલીહાન મથુંપૌત્રાને ઈજા થતા તમામને તાત્કાલિક સારવાર અર્થે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા આ બનાવ ની જાણ તથા કાલાવડ ગ્રામ્ય પોલીસ ની ટુકડી હરીપર ગામ તથા હોસ્પિટલ ખાતે દોડી ગઇ.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, ગઈ મોડી રાત્રે કાલાવડ તાલુકાના હરિપર મેવાસા ગામે ફટકડા ફોડવા બાબતે યુનુસ તૈયબ હાલપૌત્રાને તાજુદીનના પરિવાર સાથે માથાકૂટ થઇ હતી. જેમાં મામલો ઉગ્ર બન્યો હતો અને ગત મોડી રાત્રે હરિપર મેવાસા 3 લોકો કાર લઈને આવી પરિવાર પર ફાયરીગ કર્યું હતું. તાન્જુમભાઈ કાસમભાઈ હલાનીના જણાવ્યા અનુસાર તેઓ ગઈ કાલે રાત્રે દશેક વાગ્યે પોતના ઘરે આવ્યા હતા અને બે દોહીત્રીઓ સાથે સાથે ફટાકડા ફોડવા ઘર બહાર નીકળ્યા હતા. તેઓ ફટાકડા ફોડતા હતા ત્યારે યુનુસ તૈયબ ત્યાં આવી પહોચ્યો હતો. જ્યાં ફટાકડા ફોડતા તાન્જુમભાઈને અહી ફટાકડા નહિ ફોડવા કહ્યું હતું. જેને લઈને તાન્જુમભાઈએ ફટાકડા અહીં ફૂટશે એમ કહ્યું હતું જેના જવાબમાં તૈયબે કહ્યું હતું કે જો ફટાકડા ફોડશો તો હું ફાયરીંગ કરીશ એમ કહી ત્યાં થી ચાલ્યો ગયો હતો.
ત્યારબાદ થોડીવારમાં જ એક સ્કોર્પિયો આવીને ઉભી રહી હતી જેમાંથી ઉતરેલ તૈયબ બાર બોરનો જોટો, વેલ્ડીંગ વાળા મમલા પાસે તમંચો, અસીફ પાસે છરી અને તેના પુત્રએ હુમલો કર્યો હતો. જેમાં તૈયબએ તુંન્જુમભાઈ પર ફાયરીંગ કર્યું હતું અને અન્ય સખ્સોએ અન્ય હથિયારો વડે હુમલો કર્યો હતો, ઘર આંગણે દેકારો થતા તાન્જુમભાઈના પરિવારજનો બહાર આવ્યા હતા. ત્યારબાદ આ સખ્સોએ તમામ પર હુમલો કર્યો હતો. જેમાં એક બાળકી સહીત પાંચ સભ્યોને ઈજા પહોચી હતી વારદાતને અંજામ આપી તમામ શખ્સો નાશી ગયા હતા. આ ઘટનામાં તાન્જુમભાઈ હલાની, સીમરન તાન્જુમભાઈ હલાની, તમન્ના હલાની, આયસુબેન ફિરોજભાઈ હલાની અને અન્ય એક સહીત પાંચ સભ્યોને ઈજાઓ પહોચતા તત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બનાવ બાદ પોલીસે કાફલો ઘટના સ્થળે પહોંચી આગળ ની તપાસ હાથ ધરી હતી. જેમાં બનાવ સમય ના સીસીટીવીના આધારે આ ફાયરીગ કરનાર યુનુસ તૈયબ હાલપૌત્રા,આસિફ યુનુસ હાલપૌત્રા,આમીન યુનુસ હાલપૌત્રા અને મોહમ્મદ સમા સામે આર્મ્સ એક્ટ અને હત્યાની કોશિશ સહિતની કમલ હેઠળ ગુનો નોંધી તમામની શોધખોળ હાથ ધરી છે.
બન્ને જૂથ વચ્ચે અગાઉ પણ માથાકૂટમાં હત્યાનો પ્રયાસ થયો હતો
ફટાકડા ફોડવા જેવી બાબતે સાંજે થયેલી માથાકૂટ બાદ મામલો મારામારી અને ફાયરીંગ સુધી પહોચ્યો હોય જે મામલે તપાસમાં જાણવા મળ્યું કે અગાઉ પણ આ બન્ને જૂથ વચ્ચે માથાકૂટ થઇ હતી ત્યારે હત્યા પ્રયાસની ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદ અંગે તૈયાબે તન્જુબભાઈ ને કહ્યું હતું અને પોલીસે મારું શું કરી લીધું એમ પણ કહ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું. ફટાકડા ફોડવા અને જૂની અદાવતના મનદુ:ખથી હુમલો થયો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. પોલીસે આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી નાશી ગયેલ આરોપીઓની તાત્કાલિક શોધખોળ શરુ કરી છે આ બનાવના પગેલ પોલીસે હરીપર મેવાસા ગામે પોલીસ બદોબસ્ત ગોઠવી દીધો હતો.