Site icon Gujarat Mirror

રાજકોટ હોસ્પિટલનું કામ પુરું કરી ગીરગઢડા જતી કારમાં આગ ભભૂકી, ત્રણનો આબાદ બચાવ

રાજકોટ જેતપુર નેશનલ હાઇવે પરથી પસાર થઈ રહેલી એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને અંદર બેઠેલા ત્રણ મુસાફરો અગમચેતી વાપરી બહાર નીકળી જતાં તમામનો બચાવ થયો હતો. રાજકોટ જેતપુર નેશનલ હાઇવે પર વીરપુર પાસે એક હુંડાઈ આઈ ટેન કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જો કે આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.


પ્રાપ્ત વિગતો અનુસાર ગીર ગઢડા પાસેના ફરેળા ગામના રમેશભાઈ જોગીયા તેમના પરિવારના અન્ય બે વ્યક્તિઓ સાથે જીજે -01 ઊંઉ 1847 નંબરની હુંડાઈ આઈ ટેન કાર લઈને રાજકોટ દવાખાનાનું કામકાજ પતાવી પરત પોતાના વતન ફરેળા જતા હતા ત્યારે વીરપુર હાઇવે પર આવેલ ગુજરાત ગેસના સીએનજી પંપે ગેસ પુરાવીને હાઈવ પર જતાં હતાં ત્યારે રવિ હોટેલ પાસે ઓવરબ્રિજ ઉપર પહોંચતા કારમાં અચાનક ઇન્જીનમાં ધુમાળો નીકળતા રમેશભાઈ જોગીયાએ કાર ઉભી રાખી કારનું બોનટ ખોલતા ઇન્જીન પાસે આગ લાગી હતી રમેશભાઈ એ સમય સુચકતાથી કારમાં બેસેલા તેમના પરિવારજનો ને કાર માંથી ઉતારી દીધા હતા ત્યાંજ કારમાં એકાએક વધારે આગ ફાટી નીકળતા કાર સળગી ઉઠી હતી,કાર મા આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ વીરપુર પોલીસનો કાફ્લો ઘટના સ્થળે દોડી ગયો હતો,કારમાં આગ લાગતા જ કાર ચાલકે જેતપુર ફાયર વિભાગને જાણ કરી હતી પરંતુ જેતપુર ફાયર વિભાગના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચે તે પહેલાં જ કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી બાદમાં જેતપુર ફાયર વિભાગના ફાયર ફાઇટર દ્વારા સંપૂર્ણ બળેલી કાર પર પાણીનો મારો ચલાવ્યો હતો ત્યારે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા જેવો ઘાટ સર્જાયો હતો,કારમાં આગની ઘટનાના પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો જેને ક્લિયર કરવા વીરપુર પોલીસના પીઆઇ એસ.જી.રાઠોડ સહિતના પોલીસ જવાનોએ હાઇવે પર ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો.

Exit mobile version