ગુજરાત
ઉનાની પ્રાંત કચેરીમાં આગ લાગતા દસ્તાવેજો-સામાન ખાખ
બચી ગયેલું રેકર્ડ ગીરગઢડા ખસેડાયું
ગીર સોમનાથના ઉનામાં આવેલ પ્રાંત કચેરીમાં આગનો બનાવ બન્યો છે. કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાની જાણ થતા અધિકારીઓ દોડી આવ્યા હતા.
ઉના શહેરના પોશ વિસ્તારમાં આવેલ પ્રાંત કચેરીમાં પ્રવેશતા જ સબ રજીસ્ટાર કચેરીનો રેકર્ડરૂૂમ આવેલ છે. જેમાં બુધવારે વહેલી સવારે અચાનક આગ લાગી હતી. આગની જાણ થતાં નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવા કાર્યવાહી હાથ ધરી હતી. કલાકોની ભારે જહેમત બાદ ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં જાનહાનિ ટળી હતી. પરંતુ, કચેરીમાં રાખેલ જરૂૂરી દસ્તાવેજો સહિત અન્ય માલસામાન બળીને ખાખ થયો હતો.
યોગાનુયોગ આગની જ્વાળાઓથી પ્રસરિત આ રૂૂમમાં અગાઉ ઉના મામલતદાર કચેરીના ઈ-ધરા વિભાગનો રેકર્ડ રાખવામાં આવ્યું હતું. પરંતુ સદનસીબે થોડા મહિના પૂર્વે જ ઉના મામલતદાર કચેરીના ઈ-ધરા વિભાગનું રેકર્ડ સલામત રીતે ટ્રકમાં ભરીને ગીરગઢડા ખાતે ખસેડવામાં આવ્યું હતું.